Home ગુજરાત રૂપાણી સરકારમાં વધુ એક કૌભાંડ..! કન્યાઓને અપાતી મફત સાઈકલો 4-4 હાજરમાં વેચાય...

રૂપાણી સરકારમાં વધુ એક કૌભાંડ..! કન્યાઓને અપાતી મફત સાઈકલો 4-4 હાજરમાં વેચાય છે..!!

349
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૧૨
રૂપાણી સરકારમાં વધુ એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે અને તે પણ કન્યાઓને આપવામાં આવતી મફત સાયકલોનું કૌભાંડ, જે બહાર બજારમા 4 હજાર રૂપિયામાં વેચાતી જોવા મળે છે.આ સાઇકલો શાળા પ્રવેશ સમયે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને મફત આપવામાં આવે છે, જેથી દીકરીઓને સ્કૂલ આવવા જવા માટે સવલત થાય, પરંતુ મહિલા શશક્તિકરણની વાતો કરતી સરકારમાં જ બાળાઓને આપતી સાઈકલનો વેપાર કરવામાં આવે છે.આ સમગ્ર કૌભાંડ ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જ ચાલે છે, દશરથભાઈ પટેલ જ્યારે ગાંધીનગર ખાતે સેક્ટર 22મા વિપુલ સાઇકલ સ્ટોરમાં સાઇકલ ખરીદવા ગયા ત્યારે દશરથભાઈને ગુજરાત સરકારના લેબલ વાળી અને શાળા પ્રવેશોત્સવ 2019ની સાઇકલ 4 હજાર રૂપિયામાં બિલ સાથે વેચવામાં આવી, રૂપાણી સરકારની પારદર્શકતાની વાતોના લિરે લેરા ઉડતા જોવા મળી રહયા છે.આટલું મોટું કૌભાંડ કોના ઇશારે થઈ રહ્યું છે..? મીડિયા સમક્ષ જ્યારે દશરથભાઈ પટેલે વાત કરતા જણાવ્યું કે સેક્ટર 22 વિપુલ સાઇકલ સ્ટોરમાં 600 જેટલી સાઈકલો ગોડાઉનમાં પડી હતી તમામ સાયકલો ગુજરાત સરકાર ની જ હતી, રૂપાણી સરકારમાં વિકાસની વાતો કરવમાં આવે છે પરંતુ તે વિકાસ આમ જનતાનો નહીં પરંતું આવા કૌભાંડી અધિકારીઓને થતો જોવા મળી રહયો છે.ત્યારે હવે સવાલ એ છે કે વિપુલ સાઇકલ સ્ટોરમાં આટલી બધી સરકારી સાયકલો આવી ક્યાંથી…? કોની રહેમ નજર હેઠળ આટલો મોટું કૌભાંડ ચાલી રહ્યું છે..? શુ આ સરકાર આવા કૌભાંડી અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી કરશે…?
એક બાજુ રૂપાણી સરકાર પારદર્શકતા લાવવા માટે મહેનત કરી રહયા છે અને બીજી બાજુ સરકારના જ કર્મચારીઓ ખિસ્સા ભરવા માટે બારોબાર સોદા થઈ રહયા છે.? આટલું મોટું કૌભાંડ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે..તે એક મોટો સવાલ છે પરંતુ હાલ તો ગુજરાત સરકરે મફત આપેલી સાઈકલો બહાર બજારમાં 4 હજાર રૂપિયામાં વેચાતી જોવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રઃ મરાઠા કિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકિય એન્કાઉન્ટર…?
Next articleકુબેર બોટના નાવિકને મળ્યો ન્યાય, પરિવારને આપી પાંચ લાખની સહાય