Home ગુજરાત મહારાષ્ટ્રઃ મરાઠા કિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકિય એન્કાઉન્ટર…?

મહારાષ્ટ્રઃ મરાઠા કિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકિય એન્કાઉન્ટર…?

424
0

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.12
મહારાષ્ટ્રમાં સત્તાની લડાઇમાં હાલમાં આખરે કોઇ ફાવી શક્યું નથી. ભાજપ, શિવસેના અને એનસીપી-કોંગ્રેસ કોઇ એક બીજાની સાથે મળીને સરકાર બનાવવામાં નિષ્ફળ જતાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જો કે આ તમામ રાજકિય પરિસ્થિતિમાં જે એક વાતની ચર્ચા છે તે એ છે કે મહારાષ્ટ્રની રાજનીતિના એક અચ્છા ખેલાડી મરાઠા કિંગ અને એનસીપીના સુપ્રિમો શરદ પવારે આ સમગ્ર મામલે હિન્દુવાદી શિવસેનાને ભાજપથી અલગ પાડવામાં સફળ રહીને શિવસેનાનું રાજકિય એન્કાઉન્ટર કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. કેમ કે ભાજપ અને શિવસેના વચ્ચે હાલમાં તો “નો યુ ટર્ન” એટલે કે પાછા વળી શકાય તેમ નહીં જેવા સંબંધો વણસી ગયા છે.
મહારાષ્ટ્રની રાજનીતિ પર નજર રાખનારા રાજકિય પરિબળોનું આકલન છે કે શિવસેનાએ શરદ પવાર પર વિશ્વાસ રાખીને સરકાર રચવા કોંગ્રેસ સાથે મંત્રણાના દ્વાર ખોલ્યા હતા. રાજ્યપાલ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા આમંત્રિત કર્યા ત્યારે તેમની પાસે એનસીપી અને કોંગ્રેસના સમર્થનવાળા પત્રો નહોતા. એનસીપીએ પત્ર તૈયાર રાખ્યો હોવાનું મનાય છે પણ કાંગ્રેસનો ટેકાવાળો પત્ર વિલંબથી મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું મનાય છે.
તેઓ કહે છે કે સોનિયા ગાંધી શરદ પવારની સાથે સંપર્કમાં હતા. શિવસેનાને રાજ્યપાલે બોલાવ્યાં ત્યારે કહેવાય છે કે સોનિયાએ પવારનો સંપર્ક કરીને જાણવા માંગ્યું કે કેવી સ્થિતિ છે ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે હજુ નક્કી નથી. પરિણામે કોંગ્રેસનો ટેકાવાળો પત્ર સત્વરે નહીં મળતાં શિવસેનાએ વધુ સમય માંગ્યો જેનો રાજ્યપાલે ઇન્કાર કરતાં શિવસેનાની બાજી બગડી ગઈ હતી.
રાજકિય પરિબળો કહે છે કે રાજ્યપાલે એનસીપીને પણ ૨૪ કલાકનો સમય આપ્યો અને આજે મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીનો સમય હોવા છતાં એનસીપીએ સવારે રાજભવનને જાણ કરીને વધુ સમય માંગ્યો અને રાજ્યપાલને જે જોઇતું હતું તે મળી ગયું અને કોઇ પક્ષ સરકાર બનાવી શકવાની સ્થિતિમાં નથી એમ કહીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરતાં ભાજપને સત્તાથી દૂર રાખવાની શિવસેનાની વ્યૂહરચના સફળ થઇ સકી નથી. પરિબળોના મતે એનસીપી પાસે રાતના ૮.૩૦ વાગ્યા સુધીનો પૂરતો સમય હતો છતાં સવારે જ વધુ સમય માંગવા પાછળની રણનીતિ અયોગ્ય કહી શકાય. એનસીપી રાત્રે વધુ સમય માંગી શકી હોત. પરંતુ તેના બદલે સવારે જ સમય માંગીને પોતે તો સરકાર ના બનાવી અને શિવસેના પણ સત્તાથી વંચિત રહી ગઇ છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં પાંચ વર્ષ ભાજપ અને શિવસેનાની દોસ્તી માત્ર કાગળ ઉપર જ હતી. બન્ને હિન્દુવાદી પક્ષો એનસીપીને ફાવવા દેતા નથી. પરિણામે કહેવાય છે કે એનસીપીએ ભાજપ અને શિવસેના વચ્ચે એવા સંબંધો વણસે કે તેને સુધરતાં વર્ષો લાગે અને શિવસેના રાજકિય રીતે નબળી પડે તેવી કોઇ ગણતરી સાથે શરદ પવારે રાજ્યપાલે પૂરતો સમય આપવા છતાં વધુ સમય માંગીને રાજ્યપાલ માટે રાષ્ટ્રપતિ શાસનના દરવાજા ખોલવાનો માર્ગ મોકળો કરી આપવાની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતનું ભાવિ અંધકારમય..! ક્રાઈમના આંકડાઓમાં અમદાવાદ પ્રથમ
Next articleરૂપાણી સરકારમાં વધુ એક કૌભાંડ..! કન્યાઓને અપાતી મફત સાઈકલો 4-4 હાજરમાં વેચાય છે..!!