Home ગુજરાત કુબેર બોટના નાવિકને મળ્યો ન્યાય, પરિવારને આપી પાંચ લાખની સહાય

કુબેર બોટના નાવિકને મળ્યો ન્યાય, પરિવારને આપી પાંચ લાખની સહાય

228
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરીયા), તા.12/11

મુંબઈમાં 26 નવેમ્બરના 2008ના રોજ મુંબઈ હુમલામાં જે બોટ ઉપયોગ કરવામાં આવી હતી તેના નાવિક રમેશ બામણિયાને અગિયાર વર્ષ પછી ન્યાય મળ્યો છે. ગુજરાત સરકારે તેમની પત્નીને વળતર રૂપે પાંચ લાખ આપ્યા છે. મૃતક રમેશ બામણીયાના પરિવારે પણ સરકારને જમીન અને પરિવારના એક પરિવારને સરકારી નોકરી માટે વિનંતી કરી છે.આતંકીઓએ વર્ષ 2008માં મુંબઈ ઉપર હુમલા કરતા પહેલા સૌરાષ્ટ્રની કુબેર બોટનું આશરો લીધો હતો. જેમાં આતંકીઓએ બેસી અને બોટને કબ્જે લઈ ભારતમાં પ્રવેશ્યા હતા ત્યાર બાદ પાંચ જેટલા માછીમારોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે બીજી બાજુ કુબેર બોટના માલિક રમેશ બામણિયાની લાશ મળી આવી હતી. મુંબઈ હુમલામાં માર્યા ગયેલા રમેશ બામણિયાની પતિને ગુજરાત સરકાર સમક્ષ ન્યાયની માંગ સાથે વળતરની માંગ પણ કરી હતી. ત્યાર બાદ ઘણા વર્ષો સુધી સરકારી કચેરીના ધક્કા ખાય પછી તેમને હાઇકોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી.ગુજરાત હાઇકોર્ટના ચુકાદા આવ્યા બાદ 22 ઓક્ટોબરના રોજ ગુજરાત સરકારે કુબેર બોટના નાવિક રમેશ બામણિયાની પત્નીને પાંચ લાખ રૂપિયા આપવાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમારી પાસે ફંડ નથી.આ બાબતે ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી ના ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની ચુકવણીનો ઓર્ડર કર્યો,જેમાં સોમવારના દિવસે મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા રમેશ બામણિયાની પત્નીના ખાતામાં સરકારે પાંચ લાખ રૂપિયા ડિપોઝીટ કર્યા છે. પરંતુ રમેશ બામણિયાની પત્નીની માંગ હતી કે તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ ગુજરાત સરકાર આપે.પરંતુ આ મામલે 13 નવેમ્બર કોર્ટ સુનવાઈ હાથ ધરશે.આ સમગ્ર હુમલાને લઈ નાવિકને આખરે ગુજરાત હાઈકોર્ટે 11 વર્ષ પછી ન્યાય આપ્યો છે. જેમાં આવતી કાલે સરકારી આપવાના અંતર્ગત સુનાવણી હાથ ધરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણી સરકારમાં વધુ એક કૌભાંડ..! કન્યાઓને અપાતી મફત સાઈકલો 4-4 હાજરમાં વેચાય છે..!!
Next articleભાજપ સરકારને 25 વર્ષે બ્રહ્મજ્ઞાન લાધ્યું- હાં, આરટીઓ ચેકપોસ્ટ પર હપ્તારાજ ચાલતું હતું…!