Home દેશ - NATIONAL રાષ્ટ્રપતિની ચૂંટણી, વિપક્ષ તરફથી મીરાકુમારે ઉમેદવારી નોંધાવી

રાષ્ટ્રપતિની ચૂંટણી, વિપક્ષ તરફથી મીરાકુમારે ઉમેદવારી નોંધાવી

450
0

સોનિયા, મનમોહન સહિત ૧૭ વિપક્ષના નેતાઓ રહ્યા હાજર, રાહુલ ગાંધીએ ટ્‌વીટ દ્વારા કરી પ્રશંસા
(જી.એન.એસ.), નવી દિલ્હી
રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષના ઉમેદવાર મીરાંકુમારે આજે વિવિધ ૧૭ વિપક્ષના નેતાની હાજરીમાં તેમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. જયારે બીજી તરફ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ગત ૨૩મીએ તેમની ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે મીરા કુમારની સાથે સોનિયા ગાંધી, મનમોહન સિંહ, શરદ પવાર સહિત વિપક્ષના ઘણાં નેતાઓ સાથે રહ્યા હતાં, જો કે રાહુલ ગાંધી જોવા મળ્યા નહોતા. રાહુલ ગાંધી હાલમાં રજા પર છે. રાહુલે ટ્‌વીટ કરીને મીરા કુમારના વખાણ કર્યા. મીરા કુમારને કુલ ૧૭ પક્ષો તરફથી સમર્થન મળ્યું છે.
રાષ્ટ્રપતિ પદ માટે ૧૭ જુલાઈથી યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ૨૮.૦૬.૨૦૧૭ છે. મંગળવાર સુધીમાં એનડીએનાં ઉમેદવાર રામનાથ કોવિંદ સહિત ૬૪ લોકોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા મીરા કુમારે રાજઘટ જઈને મહાત્મા ગાંધી અને સમતા સ્થળ પર જઈને પોતાના પિતા બાબૂ જગજીવન રામને પણ શ્રદ્ધાંજલી આપી.
આગામી ૧૭ જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેની મતગણતરી ૨૦ જુલાઈએ થશે, જયારે વર્તમાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. દરમિયાન લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર ગત મંગળવારે રાષ્ટ્રપતિપદ માટે ૨૮ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, તેમાંથી સાત ઉમેદવારીપત્ર રદ કરાયાં છે. આ રીતે અત્યાર સુધીમાં આ પદ માટે કુલ ૪૭ ઉમેદવારે તેમની ઉમેદવારી નોંધાવી છે. આજે ઉમેદવારીપત્ર ભરવાની આખરી તારીખ છે. જયારે આવતી કાલે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવશે. જયારે ૧૭ જુલાઈએ મતદાન થશે. આજે ઉમેદવારીપત્ર ભર્યા બાદ વિપક્ષના ઉમેદવાર મીરાંકુમાર ૩૦ જૂનથી અમદાવાદના સાબરમતી આશ્રમથી તેમનું પ્રચાર અભિયાન શરૂ કરશે.
એનડીએ તરફથી ઉમેદવારી નોંધાવનારા રામનાથ કોવિંદ અગાઉ બિહારના રાજયપાલ તરીકે રહી ચૂકયા છે. તેમની છબી એક સાદગીભરી જીવનશૈલી જીવનારા નેતા તરીકેની છે તેમજ તેઓને આ ચૂંટણીમાં દલિત ઉમેદવાર તરીકે એનડીએએ મેદાનમાં ઉતાર્યા છે. તેઓ આ અગાઉ બે વાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. જયારે વિપક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનારા મીરાંકુમાર પણ દલિત નેતા છે. તેઓ માજી નાયબ વડા પ્રધાન જગજીવનરામનાં પુત્રી છે. તેમણે અગાઉ માયાવતી અને રામવિલાસ પાસવાન જેવા દલિત નેતાઓને હરાવ્યા છે અને તેઓ કરોલબાગથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટના કાર્યક્રમો સફળ બનાવવા અંજલિ રૂપાણીની મહત્વની ભૂમિકા
Next articleનરેન્દ્ર મોદીના રોડ શોમાં પાસના કન્વીનર્સની આત્મવિલોપનની ચિમકી