Home ગુજરાત રાજકોટના કાર્યક્રમો સફળ બનાવવા અંજલિ રૂપાણીની મહત્વની ભૂમિકા

રાજકોટના કાર્યક્રમો સફળ બનાવવા અંજલિ રૂપાણીની મહત્વની ભૂમિકા

1283
0

અંજલિ રૂપાણીને પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ, ’ઇવેન્ટ મેનેજર’ બન્યા સીએમના પત્ની
(જી.એન.એસ.), રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટના રોડ શો સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં વિવિધ કાર્યક્રમો કરીને એક ઇવેન્ટ મેનેજર તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં તેમના પત્ની અંજલિ રૂપાણીએ રાજકોટ ખાતે બેટી બચાવોના કાર્યક્રમ કર્યા હતા. ત્યાર બાદ મોદીના આજી ડેમ ખાતેના કાર્યક્રમ પૂર્વે અંજલિ રૂપાણીની આગેવાનીમાં ભાજપની મહિલા આગેવાનો દ્વારા મહાઆરતી અને આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજકોટમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગેની તમામ બેઠકો અને આયોજનોમાં અંજલિ રૂપાણીને અગ્રેસર રાખવામાં આવી રહ્યાં છે. રાજકોટના મોદીના કાર્યક્રમ માટે રાજ્યના મંત્રીઓને માત્ર સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બાકીની બધી જ જવાબદારીઓ અંજલિ રૂપાણીની નિગરાની હેઠળ કરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી આનંદીબેનની વિદાય બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતાં જ તેમના પત્ની અંજલિ રૂપાણીને પ્રોજેક્ટ કરવા મંડ્યા હતા. ખાસ કરીને મહિલા અને બાળકોના કાર્યક્રમોમાં અંજલિ રૂપાણી ખાસ હાજર રહેતાં હતાં. અંજલિ રૂપાણી ગુજરાતના મહિલા મોરચા સાથે પણ સંપર્ક કરીને મહિલાઓના વિવિધ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેવા લાગ્યા છે. તાજેતરમાં રથયાત્રામાં પણ મુખ્યમંત્રીની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણીની હાજરી ખૂબ જ સૂચક હતી. ભાજપના કેટલાક નેતાઓ પણ માની રહ્યાં છે કે, મહિલા નેતા તરીકે અંજલિ રૂપાણીને આગળ કરવામાં વિજય રૂપાણી સક્રિય ભાગ ભજવી રહ્યાં છે.
હાલ પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પક્ષમાં રિપ્લેસ કરવા માટે અંજલિ રૂપાણીને પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. મહિલા વિંગમાં આનંદીબહેન પટેલનો પ્રભાવ વધુ હોવાથી હવે તેમની જગ્યાએ અંજલિ રૂપાણી દ્વારા મહિલાઓની મીટીંગો અને અન્ય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અથવા તેઓ પડદા પાછળ બેસીને તમામ દોરી સંચાર કરી રહ્યો હોવાનું પણ ચર્ચા થઇ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી ભાજપમાં મહિલાનો નવો ચહેરો બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ભાજપમાં પુરજોશ ચાલી રહી છે. છેલ્લા થોડાક સમયમાં અંજલિ રૂપાણી દ્વારા મોટા પ્રમાણમાં મહિલાઓને વિધાનસભા લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ અગાઉ અમદાવાદમાં પણ અંજલિ રૂપાણી ભાજપના ચહેરા તરીકે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અંજલિ રૂપાણી મહિલાઓ માટે પોતાના કાર્યક્રમોની સુચિ તૈયાર કરી છે. આ બધાની વચ્ચે અંજલિ રૂપાણી ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પણ સક્રિય થાય તો નવાઇ નહીં તેવો ગણગણાટ ભાજપમાં ચાલી રહ્યો છે. હવે મહિલા પાંખમાં અંજલિ રૂપાણી સક્રિય થાય તો આનંદીબહેન પટેલનો પ્રભાવ પક્ષમાંથી ઓછો થાય તેવું પણ શક્ય છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીમદ્‌ રાજચંદ્રજીના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડશે પીએમ
Next articleરાષ્ટ્રપતિની ચૂંટણી, વિપક્ષ તરફથી મીરાકુમારે ઉમેદવારી નોંધાવી