Home ગુજરાત નરેન્દ્ર મોદીના રોડ શોમાં પાસના કન્વીનર્સની આત્મવિલોપનની ચિમકી

નરેન્દ્ર મોદીના રોડ શોમાં પાસના કન્વીનર્સની આત્મવિલોપનની ચિમકી

362
0

(જી.એન.એસ.), રાજકોટઃ
પાટીદાર અનામત આંદોલન સમિતિના કનવીનર્સ દ્વારા વડાપ્રધાનના રાજકોટ ખાતેના રોડ શોમાં આત્મવિલોપન કરવા અંગેની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ ખાતે ભવ્ય રોડ શો યોજાનાર છે ઉલ્લેખનીય છે કે તેની તૈયારીઓ વાજતેને ગાજતે ચાલી રહી છે. જોકે હજુ ઘણા સમાજ ભાજપ સરકારથી નારાજ છે જેને પગલે અવારનવાર વિરોધ કાર્યક્રમો હજુ પણ ચાલુ જ છે.
મોરબી પાસના આગેવાનોની અનામત મુદ્દ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છેય. રાજકોટમાં મોદીના રોડ શો દરમ્યાન કરશે આત્મવિલોપન કરવા અંગે પાસના સહ કન્વીનર મનોજ કાલરિયા, જીતુ સાદરિયા, જયેશ દલસાણિયા તથા રાજુભાઇએ ચિમકી ઉચ્ચારી બે વર્ષથી અનામતની માગણી કરી રહ્યા છે પણ છતાં તેનો ઉકેલ ન આવતા તેઓ મોદીના રોડ શો દરમ્યાન આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપી છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે આ માત્ર તેમનો અંગત નિર્ણય છે આ નિર્ણય પાછળ કોઈનું પણ દબાણ નથી.
મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે, બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન દ્વારા અનામતની માંગણી કરી રહ્યા છે. છતાં આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી ૨૯ જૂને દેશના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજકોટના પ્રવાસે છે અને પીએમ મોદી રાત્રીના ૯ કલાકે રાજકોટમાં રોડ શો કરવાના છે. તે સમયે પાસની ટીમના મનોજ કાલરિયા, જયેશ દલસાણિયા, જીતુ સાદરિયા અને રાજુ ડોડિયા સહિતની ટીમ આત્મવિલોપન કરશે. તેમજ તમામ યુવાનોએ આ નિર્ણય સમજી વિચારીને કોઈ જાતના દબાણ વિના લીધો હોવાનું પણ અંતમાં જણાવ્યું છે. આજે પાસના સદસ્યો દ્વારા આત્મવિલોપનના આવેદન મામલે પોલીસને જાણ થતાં તુરંત કલેકટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસે ખાસ તકેદારી રાખી હતી. પાસના સભ્યોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો અને તંત્ર પણ હરકતમાં આવી ગયેલું જોવા મળી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિની ચૂંટણી, વિપક્ષ તરફથી મીરાકુમારે ઉમેદવારી નોંધાવી
Next articleGST વિરુદ્ધ વેપારીઓમાં આક્રોષ, બંધને કારણે કરોડોનો વેપાર ઠપ