Home ગુજરાત રામ મંદિર ભૂમિપૂજન: માણસામાં ભાજપ દ્વારા ભગવાન રામની રંગોળીની આરતી ઉતારી ઉજવણી...

રામ મંદિર ભૂમિપૂજન: માણસામાં ભાજપ દ્વારા ભગવાન રામની રંગોળીની આરતી ઉતારી ઉજવણી કરી

219
0

(જી.એન.એસ.)માણસા,તા.6

આજે ભગવાન શ્રી રામના મંદિર નિર્માણનો શિલાન્યાસ આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીના પુણ્ય હસ્તે થયો હતો.
સૌ રામ ભક્તોએ મંદિર નિર્માણ માટે અત્યંત સંઘર્ષ કરવો પડ્યો હતો. અનેક કારસેવકોએ પોતાના જીવનું બલિદાન આપેલું છે. અને અંતે એ સુખદ ઘડી આવી પહોંચી છે જેનો હરેક સનાતન ધર્મ પ્રેમી અને શ્રી રામ ભક્ત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આજે સમગ્ર હિંદુસ્તાનમાં દિવાળી જેવો માહોલ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. માણસામાં ધર્મપ્રેમી જનતાએ શ્રધ્ધા અને જોશ થી ઉજવણી કરી હતી અને રામ ભગવાનની આરતી કરી હતી.
જેમાં યશ હોસ્પિટલ ખાતે બ્રહ્મ ગૌરવ અને માણસા ભાજપના પ્રખર અગ્રણી એવાવંદનીય દિનેશભાઇ વ્યાસ સાહેબ, ગરીબોના બેલી એવા ડો રાકેશભાઈ ગોસ્વામી સાહેબ, ડો તુષાર એસ જાની, બ્રહ્મ અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી મોતીભાઈ પુરોહીત, કોર્પોરેટર શ્રી કીર્તિભાઈ પરમાર અને સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તેવા આગવી ઓળખ ઉભી કરી છે મારા નાના ભાઈ અને માણસા રોયલ ઠાકોર ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા નરેશસિંહ ઠાકોર અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે એક વ્યક્તિએ સૌના હૃદયમાં સ્થાન મેળવ્યું છે એવા વિનોદભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. તેઓશ્રીએ તત્કાલીન સમયે કારસેવામાં ભાગ લીધો હતો અને યોગદાન આપ્યું હતું.
સૌ રાષ્ટ્ર પ્રેમી અને શ્રી રામ પ્રેમી મહાનુભાવો વચ્ચે વિનોદભાઈ પ્રજાપતિનુ સન્માન ડો રાકેશભાઈ ગોસ્વામી સાહેબ દ્વારા તેમજ કોરોના મહાયોધ્ધા ડો રાકેશભાઈ ગોસ્વામી સાહેબનુ સન્માન વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ આખા કાર્યક્રમના પ્રેરક એવા સન્માન્નીય શ્રી દિનેશભાઇ વ્યાસ સાહેબ દ્વારા કાર્યક્રમની ધુરા સંભાળી હતી તે સૌના માટે એક પ્રેરણા બની હતી.
જ્યારે રામ ભગવાનની વાત થાય છે ત્યારે હનુમાનજી મહારાજને કેમ ભુલાય…? આજના આખા કાર્યક્રમમાં એવી જ સેવા આપનારા નરેશસિંહ ઠાકોર અને તેમના સંગઠનના તમામ હોદ્દેદારોની સેવાની પ્રશંસા સાથે નોંધ લેવાઈ હતી.
સમગ્ર કાર્યક્રમ દીનેશભાઇ વ્યાસ સાહેબ દ્વારા ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી સૌએ એકબીજાને અભિનંદન પાઠવી મોંઢુ મીઠું કરી જય શ્રી રામ કહી આત્મવિશ્વાસ સાથે છુટા પડ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’’* *પાયલોટ પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ
Next articleસોલૈયા ગામે પ્રજાપતિ સમાજ દ્વારા બ્રહ્માણી-બહુચર માતાજીના હવનનો કાર્યક્રમ યોજાયો