Home મનોરંજન - Entertainment રામસે બ્રધર્સના હોરર એમ્પાયર પર આધારિત વેબ સિરીઝ બનશે

રામસે બ્રધર્સના હોરર એમ્પાયર પર આધારિત વેબ સિરીઝ બનશે

41
0

(જી.એન.એસ),તા.૨૨
મુંબઈ

સાત ભાઈઓ કુમાર, ગંગુ, તુલસી, અર્જુન, શ્યામ, કેશુ અને કિરણ રામસે સાથે કામ કરતા હતા


૭૦ અને ૮૦ના દસકામાં કલ્ટ હોરર ફિલ્મોના કારણે રામસે બ્રધર્સ દરેક ઘરમાં જાણીતા હતા. સાત ભાઈઓ કુમાર, ગંગુ, તુલસી, અર્જુન, શ્યામ, કેશુ અને કિરણ રામસે સાથે કામ કરતા હતા અને દરેકે ફિલ્મ મેકિંગના અલગ-અલગ કામ વહેંચી લીધા હતા. રામસે બ્રધર્સના સંઘર્ષ અને સફળતાને ફિલ્મના બદલે વેબ સિરીઝના માધ્યમથી રજૂ કરવાનું અજય દેવગણ વિચારી રહ્યાં છે. અજય અને ટીમનું માનવું છે કે, બે-અઢી કલાકની ફિલ્મમાં રામસે ફેમિલીની સ્ટોરીને ન્યાય આપવાનું શક્ય નથી. રામસે બ્રધર્સ પરના આ પ્રોજેક્ટની શરૂઆત આઝાદી પૂર્વેના સમયથી થાય છે. પરિવારના મોભી ફતેહચંદ યુ રામસેથી શરૂ કરીને ૧૯૯૬માં રિલીઝ થયેલી રામસે બ્રધર્સની છેલ્લી ફિલ્મ તલાશી સુધીની ઘટનાઓ આવરી લેવાઈ છે. સ્ટોરી પર થયેલા રિસર્ચ અને ડીટેઈલને જાેતાં તેને ફિલ્મમાં સમાવવાનું અઘરું લાગ્યુ હતું. વળી, અજય દેવગણ અને પ્રીતિની વેબ સિરીઝ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર સક્સેસ રહી છે. તેથી તેમણે ફિલ્મના બદલે વેબ સિરીઝ ડેવલપ કરવાનો ર્નિણય લીધો હતો. આ સિરીઝમાં ઓડિયન્સને જાણવા મળશે કે, મુંબઈ શિફ્ટ થયા પછી રામસિંઘાનિયા ફેમિલીએ રામસે અટક ધારણ કરી હતી. રામસે બ્રધર્સના પિતા ફતેહચંદ ૧૯૫૪માં આવેલી ફિલ્મ શહીદ-એ-આઝમ ભગતસિંહ અને ૧૯૭૦ની ફિલ્મ એક નન્હી મુન્ની લડકીથી સાથે સંકળાયેલા હતા. બાદમાં તેમણે હોરર ફિલ્મ બનાવવાનું વિચાર્યું. તેમની પહેલી હોરર ફિલ્મ દો ગઝ જમીન કે નીચે શરૂ થઈ અને સાતેય દીકરા તેમની સાથે જાેડાયા. ફિલ્મને અત્યંત ઓછા બજેટમાં પૂરી કરવા માટે સાતેય ભાઈઓએ અલગ-અલગ જવાબદારી વહેંચી લીધી અને હોરર ફિલ્મોનો કન્સેપ્ટ પણ પોપ્યુલર થયો. રામસે બ્રધર્સની યાદગાર ફિલ્મોમાં વિરાના, પુરાના મંદિર, પુરાની હવેલી જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. એક ટીવી ચેનલ માટે તેમણે હોરર શો પણ પ્રોડ્યુસ કર્યો હતો. રામસે બ્રધર્સની બાયોપિક બનાવવા માટે અજય દેવગણે ૨૦૧૯ના વર્ષમાં પ્લાન બનાવ્યો હતો. ભારતમાં હોરર ફિલ્મો બનાવવા માટે રામસે બ્રધર્સ જાણીતા છે. અજય દેવગણ અને પ્રોડ્યુસ પ્રિતિ સિંહાએ રામસે બ્રધર્સની સ્ટોરીના રાઈટ્સ ખરીદ્યા હતા. સાત રામસે ભાઈઓએ ઊભા કરેલા હોરર એમ્પાયરને એક ફિલ્મમાં સમાવવાના બદલે વેબ સિરીઝના માધ્યમથી રજૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતી ફિલ્મ વિકીડા નો વરઘોડો ૮ જુલાઈએ રજૂ થશે
Next articleસલમાને રિતેશ દેશમુખની મરાઠી ફિલ્મમાં કેમિયો કર્યો