Home મનોરંજન - Entertainment ગુજરાતી ફિલ્મ વિકીડા નો વરઘોડો ૮ જુલાઈએ રજૂ થશે

ગુજરાતી ફિલ્મ વિકીડા નો વરઘોડો ૮ જુલાઈએ રજૂ થશે

48
0

(જી.એન.એસ),તા.૨૨
મુંબઈ


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોથી કમાલની ફિલ્મો બનાવીને દર્શકોને મનોરંજન આપી રહી છે અને છેલ્લા એક દશકમાં અનેક ગુજરાતી ફિલ્મોએ ફક્ત દેશમાં જ નહિ વિદેશમાં પણ વાહવાહી લૂંટી છે અને આ જ જાેમને આગળ વધારતી આગામી ફિલ્મ ‘વિકીડા નો વરઘોડો’ ૮ જુલાઈએ ઓડિયન્સને જાેય રાઈડ કરાવવા તૈયાર છે. લગ્ન હંમેશા કોઈપણ વ્યક્તિના જીવનનો મહત્વનો હિસ્સો હોય છે અને જાે કોઈ યુવકના એરેન્જ મેરેજની તૈયારી વચ્ચે તેનો જૂનો પ્રેમ સામે આવે અને પ્રેમનો એકરાર કરી લગ્ન કરવાની તૈયારી દર્શાવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? બસ, આવી જ એક સિચ્યુએશનલ અને ટ્રેજિક કોમેડી સાથે તૈયાર થયેલી ફિલ્મ ‘વિકીડા નો વરઘોડો’ નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘રેવા’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મ ડિરેક્ટર્સની જાેડી રાજુ ભોલે અને વિનિત કનોજિયાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટની સાથે નિર્દેશનની કમાન પણ સાંભળી છે. આ ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ત્રણ કન્યાના કિરદારમાં મોનલ ગજ્જર, માનસી રાચ્છ અને જીનલ બેલાણી જાેવા મળશે. વિચિત્ર અને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં ફસાયેલો મલ્હાર એટલે કે ‘વિકી’ કેવું ડિસિઝન લેશે અને આખરે કોને તેના જીવનસાથી તરીકે પસંદ કરશે તે સવાલ છે. લગ્ન સમયે જ ભૂતકાળના બે પ્રેમ પ્રકરણ સામે આવવાથી સર્જાતી કન્ફ્યુઝન દર્શકોને મજા કરાવશે તે વાત ચોક્કસ છે. ‘વિકીડા નો વરઘોડો’ ના પ્રોડ્યુસર શરદ પટેલ અગાઉ મલ્હારની ફિલ્મ ‘છેલ્લો દિવસ’ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. તેમણે ગુજરાતી ફિલ્મોની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ તેમજ વિવેચકો દ્વારા વખાણાયેલી ‘બુદ્ધા ઈન અ ટ્રાફિક જામ’ જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે. ગુજરાતી ફિલ્મોના પ્રોડક્શન વિશે શરદ પટેલનું કહેવું છે કે, ફિલ્મ પ્રોડ્યુસર અને ફાઈનાન્સર વચ્ચે બહુ મોટો ફર્ક છે. અનેક ફિલ્મોના પ્રોડ્યુસર ફિલ્મ મેકિંગની સમગ્ર પ્રોસેસને સમજતા નથી અને સીધું રોકાણ કરી બેસે છે અને આ કારણે સારું કન્ટેન્ટ પણ ઓડિયન્સ સુધી પહોંચી શકતું નથી. અમે પ્રોજેક્ટ શરુ કરતા પહેલા ફિલ્મના પ્રી-પ્રોડક્શનથી લઈને ફિલ્મ રિલીઝ સુધીનું પ્લાનિંગ કર્યા બાદ જ ફિલ્મ શરુ કરીએ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનેક પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleરામસે બ્રધર્સના હોરર એમ્પાયર પર આધારિત વેબ સિરીઝ બનશે