Home ગુજરાત રામગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને કહ્યો ટ્રાન્સજેન્ડર, વિદ્યુત જામવાલને આપી ગાળો

રામગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને કહ્યો ટ્રાન્સજેન્ડર, વિદ્યુત જામવાલને આપી ગાળો

296
0

જી.એન.એસ, તા.૧૩ મુંબઇ
વિદ્યુત જામવાલે મંગળવારે એક ઓડિયો ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ ઓડિયોમાં દારૂના નશામાં રામગોપાલ વર્મા, તેને અને ટાઇગર શ્રોફને રિંગમાં ઉતરવા માટે ચેલેન્જ આપે છે. ઓડિયોમાં વર્માએ ટાઇગરને ટ્રાન્સજેન્ડરની સાથે જ સુંદર મહિલા કહ્યું છે. 2.17 મિનિટની આ ક્લિપમાં તે વિદ્યુતને ગાળો પણ આપે છે. ઓડિયો શૅર કરતાં વિદ્યુતે લખ્યું કે, “Forget the Shaolin Monk style, check out @RGVZoomin’s #drunkenmasterstyle”
ઓડિયો લીક થયા પછી રામ ગોપાલ વર્માએ એક પછી એક તેણે ટાઇગર અને વિદ્યુતને રિંગમાં ઉતરવાની પણ ચેલેન્જ આપી હતી. તેનું માનવું છે કે જ્યારે આ બન્ને અસલી ફાઇટ કરશે તો ટાઇગર વિદ્યુતને માત્ર એક જ પંચમાં હરાવી દેશે. રામ ગોપાલ વર્માએ લખ્યું હતું કે, “In a real street fight I will bet everything on @iTIGERSHROFF becos I believe he will finish off @VidyutJammwal with just one single punch”
ટાઇગર-વિદ્યુત પર અનેક ટ્વિટ્સ કર્યા પછી રામ ગોપાલ વર્માને અહેસાસ થયો કે તેઓ ખોટું કરી રહ્યા છે. તો તેમણે બન્નેની માફી માગી હતી અને લખ્યું હતું કે, “Though it was done in my usual fun way,I apologise to both @VidyutJammwal and @iTIGERSHROFF for the irritation caused”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાળસંરક્ષણ ગૃહમાંથી ભાગ્યા બાદ દર્દીઓની સેવા કરી
Next articleરાજ્યભરમાં આજે પણ અગન ગોળાનો કેર, રાજકોટ-અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર