Home ગુજરાત રાજ્યભરમાં આજે પણ અગન ગોળાનો કેર, રાજકોટ-અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યભરમાં આજે પણ અગન ગોળાનો કેર, રાજકોટ-અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

472
0

જી.એન.એસ, તા.૧૩
રાજ્યભરમાં આજે પણ કાળઝાળ ગરમીના અગન ગોળા વર્ષે તેવી શક્યતાઓ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હીટવેવની અસર હજી બે દિવસ રહેશે અને તે દરમિયાન પારો ૪૫ ડિગ્રીને પાર કરે તો પણ કાંઈ નવાઈ નથી. રાજકોટમાં આજે ૪૪ ડિગ્રી તાપમાન નોંધાતા મનપાના કમિશનરે ઓરેન્ડ એલર્ટ જાહેર કરી દીધી છે. અમદાવાદમાં પણ પારો 43 ડિગ્રીને પાર જતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્ર પર છવાયેલા હિટવેવએ સતત બીજા દિવસે આકરી, અસહ્ય ગરમી વરસાવીને પ્રદેશના જનજીવન પર વ્યાપક અસર સર્જી છે. બુધવારે ફરી એક વખત સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અહીં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય શહેરો પણ આસમાનમાંથી વરસતી આગને કારણે ભારે તપ્યા હતા. પોરબંદરમાં એક ભિક્ષુકનું લૂ લાગવાથી મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર પછી સૌથી વધુ તાપમાન કચ્છના નલિયા (૪૪.૮)માં નોંધાયું હતું. જ્યારે ૪૪.૨ ડિગ્રી સાથે ભૂજ તથા ૪૪.૫ ડિગ્રી સાથે કંડલા પોર્ટમાં પણ અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. રાજકોટમાં મોસમની સૌથી વધુ ગરમી, ૪૪ ડિગ્રી નોંધાઈ હતી. અમરેલી ૪૩.૮માં ભૂંજાઈ ગયું હતું.
સૌરાષ્ટ્ર અને કચ્છ પર ફરી વળેલા હિટવેવના કારણે આખા પ્રદેશનું જનજીવન ખાસ્સી હદે પ્રભાવિત થયું છે. બપોરના સમયે દરેક ગામ-નગરના માર્ગાે પર કરફ્યુ જેવું વાતાવરણ સર્જાય છે. રાજકોટમાં તો મહાનગરપાલિકાએ અતિશય ગરમીના પગલે ખાસ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ પ્રકારના એલર્ટમાં લોકોને ગરમીથી બચવા ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરાય છે.
સામાન્ય રીતે ગરમીનો પારો ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે હોય ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિ હોય ત્યારે નાનાં બાળકો, સગર્ભાઓ અને બહુ મોટી ઉંમરના લોકોએ ઘર બહાર ન નીકળવું જોઈએ. ખૂલતાં કોટન વસ્ત્રો, ગોગલ્સ અને ટોપી પહેરવા. છાતીના ધબકારા વધે, ચક્કર આવે, ચામડી સૂકાવા લાગે, આંખે અંધારા આવે, પેટમાં લોચા વળે, ઉલ્ટી થાય, હાથ-પગ તૂટે… આ બધાં તેનાં લક્ષણો છે અને આવાં ચિહનો દેખાય તો તુરંત જ છાંયડામાં જતાં રહેવું. પાણી છાંટવું, પાણી પીવું અને આરામ કરવો. શક્ય હોય તો ૧૦ થી ૪ વચ્ચે ઘરની બહાર નીકળવાનું ટાળવું. તબિયત વધુ બગડે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
આવી કાળઝાળ ગરમીથી બચવા માટે કેટલાંક અગમચેતીના પગલાં લેવાં જરૃરી છે. ઘરમાં સાકર અને વરિયાળીનું સરબત બનાવી પીવું. ધાણા-તકમરીયાનું ખડી સાકરયુક્ત સરબત પણ ઉત્તમ. વરિયાળી સાથે ફૂદીનો-સંચળ અને આદુ-લીંબુ નાંખીને ખડી સાકર સાથે સરબત બનાવી શકાય. ઉનાળાના ફળો જેવા કે સાકરટેટી, તરબૂચ, બિલાગર્ભ, મોસંબી, દાડમનો રસ વગેરેનો ઉપયોગ કરવો. જીરૃ નાખીને છાસ પીવી, કેરીનો રસ પણ ખૂબ જ ઉપયોગી છે. બદામ, અખરોટ, ધાણા, સૂંઠ, ગુલાબ, વરિયાળી, કાળા મરી, દ્રાક્ષ, મગજતરી, ખસખસ વગેરેનો ઉપયોગ કરી ઠંડાઈ બનાવીને તેનું નિયમિત સેવન કરવું. તાપમાંથી આવીને સીધા જ પાણી પીવું નહીં, મોં ધોવું નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને કહ્યો ટ્રાન્સજેન્ડર, વિદ્યુત જામવાલને આપી ગાળો
Next articleગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની આ શાળાએ ફી વધારો પાછો ખેંચવાની કરી પહેલ