Home ગુજરાત બાળસંરક્ષણ ગૃહમાંથી ભાગ્યા બાદ દર્દીઓની સેવા કરી

બાળસંરક્ષણ ગૃહમાંથી ભાગ્યા બાદ દર્દીઓની સેવા કરી

351
0

જી.એન.એસ, તા.૧૩
જામનગરના બાળ સંરક્ષણ ગૃહમાંથી દસેક દિવસ પહેલા નિશાળે ગયા બાદ પરત ફર્યો ન હતો. જે અંગે પોલીસમાં અપહરણના ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ બાળક જી.જી.હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો. દર્દીઓની સેવા કરીને ત્યાં જ પડયો પાથર્યો રહેતો હતો. તેને બાળ સંરક્ષણ ગૃહમાં રહેવું ગમતું ન હોવાથી ચાલ્યો ગયો હતો.
જામનગર શહેરના સાધના કોલોની રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રહેતો જતિન નિર્ભયભાઈ ગોંડલિયા નામનો વિદ્યાર્થી ગતતા.૩ના દિવસે શાળાનં-ર૧માં અભ્યાસ માટે ગયા પછી પરત નહીં ફરતા બે દિવસ સુધી તેની તપાસ ચલાવવા છતાં મળી નહીં આવતા, બાળ સંરક્ષણ ગૃહના અધિક્ષક યશપાલસિંહ જાડેજાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જામનગરના લાલવાડી આવાસમાં રહેતા નિર્ભયભાઈ ગોંડલિયાના પત્નિના નિધન પછી તેઓએ જતિન સહિતના બન્ને પુત્રોનું લાલન પાલન ન કરી શકતા, તેઓને બાળ સંરક્ષણ ગૃહમાં મોકયા હતાં. જ્યાંથી અગાઉ બે વખત પણ જતિને નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો તે પછી ત્રીજી વખત ગતતા.૩ના દિવસે આ બાળક નાશી જતાં પોલીસે તેની શોધખોળ શરૃ કરી હતી.
આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, એક બાળક જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી તેના ઈનામરૃપે મળતી રકમથી ગુજારો કરી હોસ્પિટલમાં જ પડયો પાથર્યો રહે છે. પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી જઈને બાળકનો કબ્જો સંભાળ્યો હતો. તેની પુછપરછ કરતા તે જતિન નિર્ભયભાઈ ગોંડલિયા હોવાનું બહાર આવ્યું હતું. તે બાળકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેને બાળ સંરક્ષણ ગૃહમાં ગમતું ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ બાળકનો કબ્જો તેમના પિતાને સોંપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકમાં હિન્દુઓને રાહત, હિન્દુ લગ્ન ધારો અમલમાં
Next articleરામગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને કહ્યો ટ્રાન્સજેન્ડર, વિદ્યુત જામવાલને આપી ગાળો