Home જનક પુરોહિત રાજ્યસભાની ચુંટણીએ ભાજપ – કોંગ્રેસ અને બાપુને બ્રહ્મજ્ઞાન કરાવ્યું .

રાજ્યસભાની ચુંટણીએ ભાજપ – કોંગ્રેસ અને બાપુને બ્રહ્મજ્ઞાન કરાવ્યું .

670
0

રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચુંટણી માં ચાર ઉમેદવારો માટે મતદાન થયું . સાંજે ૪ વાગે મતદાન પૂરું થયું અને સાંજે પાંચ વાગે મતગણતરી શરુ થવાની હતી . પરંતુ કોંગ્રેસના બે સભ્યોએ ક્રોસ વોટીંગ કરી ભાજપના નેતાને બેલેટ પેપર બતાવવાના મુદ્દે કોંગ્રેસે આ બે મત રદ કરવા અજુયાત કરી . ગુજરાતના ચુંટણી અધિકારી એ કોંગ્રેસની રજૂઆત ગ્રાહ્ય ન રાખતા કોંગ્રેસે દિલ્હી ખાતે ચુંટણી પંચમાં રજૂઆત કરી . ગુજરાતની ચુંટણી અને મતગણતરી ના મુદ્દે દિલ્હી ખાતે ભાજપ – કોંગ્રેસ ના હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે ગણતરી મોડી રાત સુધી અટકી ગઈ . આખરે રાત્રે ૧૧-૩૦ વાગે બે મત રદ કરવાના ચુંટણી પંચના નિર્ણય સાથે ગણતરી શરુ થઇ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો વિજય થયો અને બળવાખોર ઉમેદવાર બળવંતસિંહ નો પરાજય થયો.
બીજા દિવસે એટલે કે તા. ૯ ઓગસ્ટ ના રોજ મહાત્મા મંદિર ખાતે મળેલ વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ – કોંગ્રેસ ના ધારાસભ્યો એ પત્રકારો સાથે પોતાની લાગણી – વેદના રજુ કર્યા .
સૌરાષ્ટ્રના એક કોંગ્રેસી ધારાસભ્ય એ કહ્યું “ આખરે જે કઈ થયું એ બરાબર જ થયું છે. અમારા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને રીયલાઈઝ થયું કે પક્ષમાં સાચા કોણ અને સારું બોલનારા ખોટા કોણ . કોંગ્રેસના ૫૭ ધારાસભ્ય હોવા છતાં અન્ય પક્ષના મતનો આધાર રાખી માંડ માંડ ૪૪ મત મેળવ્યા . એજ દર્શાવે છે કે પક્ષની શું હાલત છે . હવે કશું તેમાંથી શીખે અને પોતાની જીત માટે જેટલી મહેનત કરી , એટલી જ મહેનત અને નિષ્ઠા વિધાનસભાની ચુંટણી માટે તેમણે કરવા રહ્યા .”
ભાજપના એક ધારાસભ્ય એ એ કહ્યું “ આખરે અમારા ચાણક્યને કોંગ્રેસના ચાણક્યએ જમીનપર ઉતરી દીધાં . બધું જ રૂપિયાથી ચાલી જતું હોત તો પક્ષના કાર્યકરોએ કરવાનું જ શું ? આ એક પરિણામ માંથી અમારા અમિતભાઈને પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું હશે કે લોકશાહીમાં કાયદા , દેશ , નીતિનિયમો સર્વોપરી છે .”
તો એક કોંગ્રેસી ધારસભ્ય એ કહ્યું કે “ નિવૃત્તિ જાહેર કરીને કોંગ્રેસને તોડવા નીકળેલા શંકરસિંહ બાપુને પણ હવે બ્રહ્મજ્ઞાન થયું હશે કે ૧૯૯૫ ના બાપુ જે કરી શકતાં હતા તે ૨૦૧૭ ના બાપુ ન કરી શકે . હવે બાપુએ વાસ્તવિક નિવૃત્તિ ભોગવવાનો સમય આવી ગયો છે .”
હવે ભાજપમાં ગયેલા કોંગ્રેસીઓ નું શું થશે ?
વિધાનસભાની લોબી માં જેમણે કોંગ્રેસ પક્ષ સાથે બગાવત કરી ભાજપ નો પાલો પકડ્યો છે તેવાં ધારાસભ્યો અંગે ચર્ચા ચાલતી હતી . પત્રકારોએ જયારે કોંગ્રેસના ખંભાળિયા ના ધારાસભ્ય મેરામણ ભાઈને પૂછ્યું કે હવે રાઘવજી પટેલ નું શું થશે ? તો તેમણે કહ્યું કે “ આમાં તો એવું છે ને કે જે લોકો બાપુના ભરોસે નીકળે છે તેમણે રોવાનો જ વારો આવે છે . ૧૯૯૫ માં મારો ભાઈ ભાજપ ની ટિકિટ ઉપરથી ચૂંટાયો હતો અને અને બાપુની સાથે જઈ ને તેમણે પણ ખજુરા વાળી કરી હતી . આ વખતે મને પણ ઈચ્છા થઇ ગઈ હતી કે ભાજપમાં જતો રહું . પણ મારા ઘરના સભ્યો એ મારા ભાઈ ની શું દશા થઇ તેની મને યાદ અપાવી અને સ્પષ્ટ કહી દીધું કે બાપુ સાથે પક્ષ છોડવાની તો ક્યારેય વાત જ ના કરશો અને મને રોકી દીધો. રાઘવજી ભાઈ ના કારણે તો એહમદભાઈ ચુંટણી જીત્યા છે . હવે ભાજપ વાળા રાઘવજી ભાઈ ની શું સ્થિતિ કરે છે તે જોવાનું રહ્યું . ટિકિટ આપે કે નાં પણ આપે .” એક પત્રકારે પૂછ્યું “ થેલી લેવાની પણ બાકી જ હશે ને ! ” તો જવાબ મળ્યો “ ભાઈ એટલા માટે તો મત આપ્યાં પછી હરખ પદુડા થઈને ભાજપને બેલેટ પેપર બતાવી આવ્યા અને મત બગાડ્યો .”
બાપુના નિકટના ગણાતા સાબરકાઠા ના એક સભ્ય ને પૂછ્યું કે શું થયું ? વેવાઈને ( બળવંતસિંહ ને ) કેમ અધવચ્ચે રાખી દીધાં ? તો જવાબ મળ્યો “ બળવંતસિંહ હજુ કાચા રાજકારણી છે . આ ભાજપવાળા એ બળવંતસિંહ ના ખભે બંધુક મુકીને ફોડી , તેમના ખર્ચે જ ૧૪ મત લાવ્યા હશે . પણ વેવાઈ બળવંતસિંહ સમજી શક્યા નહિ કે હવે તેમના વેવાઈ ( શંકરસિંહ બાપુ ) નો દબદબો પહેલાં જેવો રહ્યો નથી .”
કરમશી ભાઈ તો ટિકિટ બિકિટ લેવામાં માનતા જ નથી
બેંગલોર જઈ આવેલા કોંગ્રેસના એક મિત્ર ને ક્રોસ વોટીંગ કરનારા સાણંદ ના ધારાસભ્ય કરમશી ભાઈ અંગે પૂછ્યું કે તેમને એવી તે કઈ ઓફર થઇ કે ૧૦ દિવસ બધાની સાથે રહ્યા પછી પરત આવીને સામે જતાં રહ્યા ? તો મિત્ર એ કહ્યું “ કરમશી ભાઈનો પુત્ર બેંગલોર આવ્યો હતો બે – ત્રણ દિવસ રોકી ગયો બધી ઓફર લઈને જ આવ્યો હશે . કરમશી ભાઈ ને ટિકિટ જોઈતી જ નથી મૂળ તો તેમને જમીનો ના ધંધા માં રસ એટલે થોડી જમીનો ખરીદી શકાય તેવું ગોઠવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવું સંભળાઈ છે કે તેમણે જે માંગણી કરી હતી તેના ૭૫ ટકા જ માંગણી જ ગ્રાહ્ય રાખાઈ છે .”
વિપક્ષની ગેરહાજરી માં વિધાનસભામાં ભાજપની સભા જેવો માહોલ
બુધવારે સવારે ૮-૩૦ વાગે વિધાનસભા શરુ થઇ . એજન્ડામાં પ્રથમ ક્રમે જ બનાસકાઠા માં અતિવૃષ્ટિ અને પુર ને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગેની તાકીદ ની જાહેર અગત્યની બાબત ચર્ચા માં આવી હતી . આ પ્રશ્ને બનાસકાઠા ના કોંગ્રેસના ધારાસભ્ય સરકારને રાહત અંગે ના સવાલો પૂછવા માંગતા હતા . પરંતુ તેમને પુરતી તક ન મળતા તેઓ ઉભા થઇ ગયા હતા . જયારે મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ તેમના વક્તવ્ય માં બેંગલોર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો અંગે તથા રાહુલ ગાંધીના બનાસકાઠા ના પ્રવાસ અંગે રાજકીય આક્ષેપો કાર્ય હતા . કોંગ્રેસના ધારાસભ્યો એ ઉશ્કેરાઈને સુત્રોચ્ચાર કર્યો હતો . આથી અધ્યક્ષે તેમને કાર્યવાહી માંથી સસ્પેન્ડ કાર્ય હતા .
વિરામ ના સમય બાદ ગૃહ ની કાર્યવાહી શરુ થતાં ગઈકાલે રાજ્યસભામાં ચુંટાઈ આવેલા અને વર્તમાન ધારાસભ્ય અમિત શાહ ગૃહ માં ઉપસ્થિત રહ્યા હતા . તેઓ આજે ધારાસભ્ય પડે થી રાજીનામું આપવાના હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના વિદાયમાન અંગે નો પ્રસ્તાવ રજુ કર્યો હતો . આ પ્રસ્તાવ માં તથા ત્યારબાદ ના છેલ્લા દિવસ ના પ્રસ્તાવ માં વિજય રૂપાણી , અમિત શાહ અને નીતિન પટેલે ભાજપની જાહેરસભાની માફક કોંગ્રેસની આલોચના કરતાં ભાષણો કર્યા હતા . પરંતુ વિપક્ષની ગેરહાજરી ના કારણે તેમનો વિરોધ કરનારા કોઈ ન હોવાથી તમામ આક્ષેપો વિધાનસભાના રેકર્ડમાં રહ્યા હતા .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆટલું કદરૂપુ અમદાવાદ મેં ક્યારેય નથી જોયું
Next articleહવે ડર લાગે છે આપણા નરેન્દ્રભાઈના આ નારા થી ‘ કરેંગે ઔર કરકે રહેંગે ’