Home જનક પુરોહિત આટલું કદરૂપુ અમદાવાદ મેં ક્યારેય નથી જોયું

આટલું કદરૂપુ અમદાવાદ મેં ક્યારેય નથી જોયું

671
0

બે વર્ષમાં અમદાવાદ શહેરને શાબ્દિક શણગાર થી શોભાયમાન કરવામાં આવ્યું . કેન્દ્રની ભાજપ સરકારના આપણા ગુજરાતના નરેન્દ્રભાઈએ અમદાવાદને સ્માર્ટસીટી માં સમાવેશ કર્યો . તો વૈશ્વિક સંસ્થા યુનેસ્કોએ અમદાવાદનો સમાવેશ હેરીટેજ સીટી માં કર્યો .
આટલા શૃંગાર પછી કુદરતે તેમાં રંગ પુરવા જળ વહેવડાવ્યું અને શૃંગાર ધોવાઇ ગયો . ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ પાસે એક મંત્રીના પી.એસ ની ચેમ્બરમાં પત્રકારો ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા હતા . મંત્રીની ચેમ્બરમાં કલોલ ભાજપના એક નેતા પણ હાજર હતા . દોઢ ડાહ્યાએ પી.એસ. ને પૂછ્યું કે સ્માર્ટ સીટી એટલે શું ? સ્માર્ટ સીટી માટે ભાજપની કલ્પના શું છે ? તો પી.એસ. તરફથી તેમની જાણકારી મુજબનો જવાબ મળ્યો “ શહેરમાં સુંદર બગીચા , સારા રસ્તા , બ્રીજ વગેરે માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવાનો આ પ્રોજેક્ટ છે . ”
અન્ય પત્રકારે પૂછ્યું “ શું બગીચા , રસ્તા અને બ્રીજ થી અમદાવાદ એકદમ સ્માર્ટ સીટી બની જશે ? ચાલો , આવો મારી સાથે . નવાવાડજમાં ગંધાતી કચરાની પેટીઓ , આસપાસ ગંદકીના ઢગલા , રસ્તા પર ગાયોના ટોળા અને સાવ તૂટલાં માર્ગો બતાવું . સ્માર્ટ સીટી નો મોહ છોડો પહેલાં શહેરને સુઘડતો બનવો . ”
કાલોલના નેતાએ ટાપસી પુરાવતા કહ્યું “ મિત્રની વાત સાચી છે . મેં અમદાવાદને આટલું કદરૂપું ભૂતકાળમાં ક્યારેય નથી જોયું . છેલ્લા ૪૦ – ૪૫ વર્ષથી નિયમિત અમદાવાદમાં આવવા નું થાય છે . અતિવૃષ્ટિ તો ભૂતકાળમાં ઘણીવાર થઇ છે . પણ આવું વિકરાળ અમદાવાદ ક્યારેય જોવા મળ્યું નથી . શહેરનો એક પણ માર્ગ બચ્યો નથી . અને વરસાદમાં કદાચ ઉપરનો ડામર ધોવાઇ ગયો હોઈ શકે , પરંતુ આટલા મોટા ખાડા કેમ પડ્યા ? મને તો એજ સમજાતું નથી ! ”
પત્રકારે તેનો પણ જવાબ આપી દીધો “ મુરબ્બી , રોડનો કોન્ટ્રાક્ટ આપ્યાં પછી કોન્ટ્રાક્ટરે વોર્ડના પ્રમુખ , વોર્ડના કોર્પોરેટરસ , સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો, મેયર સહીત સંબંધિત અધિકારીઓને પણ કવર આપવા પડે છે . જો એકાદને પણ કવર ન મળેતો કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ અરજી થાય અને બીલો અટકી જાય . કોન્ટ્રાક્ટર આટલા લોકોને કવર આપે પછી રોડ કેવો બને ? ભ્રષ્ટાચાર ની આ જાળ ભાજપના કોઈ નેતા ભેદવા માંગતા જ નથી . ”
મંત્રીએ પત્રકારને ચેમ્બરમાં બોલાવતા ચર્ચાનો અંત આવ્યો .
મને લાગે છે કે જો આમ જ ચાલ્યું તો ધારાસભ્ય માટેના ટેન્ડર બહાર પડશે .
સૌરાષ્ટ્રના એક ભાજપી ધારાસભ્યનો ફોન આવ્યો . પહેલો જ પ્રશ્ન હતો “ હવે શું લાગે છે ? કોંગ્રેસના કેટલા ઓછા થશે ? ”
મિત્રને કહ્યું “ અમે તો કોઈ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો તેના સમાચાર લખીએ છીએ . સંચાલન તો બધું ભાજપમાંથી થાય છે . તમને વધુ ખબર હશે .
ધારાસભ્ય મિત્ર એ કહ્યું “ એમાં એવું છે ને કે દરેક ચુંટણી વખતે જુદા જુદા ઓપરેશનો જુદા જુદા નેતાઓને સોપ્ય હોય છે . અત્યારે ઓપરેશન એહમદ પટેલ ચાલે છે . તેમને હરાવવા કોંગ્રેસના જેટલા સભ્યો જેટલા માં ખરીદી શકાય એટલા ખરીદવાના છે . અત્યારે ધારાસભ્યની કિંમત માં ભારે તેજી આવી છે . આ તેજી માં અને લેવાલીમાં બીજા કેટલાના સોદા થયાં ઈ તો પત્રકારો જાણતાજ હોય ને ! ”
દોઢ ડાહ્યા એ મિત્રને કડવા વેં કહ્યા “ તમને શરમ આવવી જોઈએ . લોકશાહીને ગળે ડૂચો દેવા બેઠા છો તમે તો . આમ તો કોઈ રાજ્યસભા માં કોઈને હરાવતા હશે ?”
મિત્રએ વધુ નફટાઈથી જવાબ દીધો “ લે કર વાત , એમાં વાળો શરમાવાનું શું હોય ! આતો રાજકારણ છે . તમે જુઓ તો ખરા હજુ એ દિવસો આવવાના છે કે રાજ્યસભાની ચુંટણી આવતા પહેલાં ધારાસભ્યની ખરીદી માટે ઓનલાઈન ટેન્ડર બહાર પડશે . ‘ જોઈએ છે ૧૦ ધારાસભ્ય , પોતાની કિંમત અને શરતો સાથે ઓફર આવકાર્ય છે . વહેલા તે પહેલા ના ધોરણે ખરીદી થશે . ’ આવા તેન્દરથી અમે ખરીદી કરવા તરફ જઈ રહ્યા છીએ . અમે તો પારદર્શક વહીવટમાં માનીએ છીએ . નવા કોઈ આમ જાણવા મળે તો ફોન કરજો . આ તો શું કે ખબર પડે કે ઓપરેશન સફળ થશે કે સુરસુરિયું થશે . ”
ધારાસભ્યએ ફોન મૂકી દીધો પણ તેમાંની વાતથી દોઢ ડાહ્યો વિચારતો થઇ ગયો . શું થશે ?
આખા અઠવાડિયામાં બધું વિચિત્ર વિચિત્ર જ જોવા – સાંભળવા મળ્યું .
સાલું આ અઠવાડિયામાં બધું વિચિત્ર વિચિત્ર જ જોવા સાંભળવા મળ્યું . કોંગ્રેસના ધારાસભ્યો ને ભાજપના નેતાઓ , અધિકારીઓ , પોલીસ અધિકારીઓ ડરાવી – ધમકાવીને રાજીનામાં અપાવતા હતા . આખરે કોંગ્રેસે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ધારાસભ્યોને મોકલી આવ્યા . ભાજપ આ ઘટના અંગે કોઈ ટીકા – ટીપ્પણી કરે એ તો સમજી શકાય , પરંતુ ખુદ શંકરસિંહ બાપુએ જામનગર માં જઈને ધારાસભ્યોને બેંગલુરુ મોકલવા અંગે કોંગ્રેસની ટીકા કરી . શું નેતાઓને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ નથી ? અરે બાપુ આપડે ૧૯૯૫ માં ધારાસભ્યોને ખજુરાહ શું કામ લઇ ગયા હતા ? બસ આવાજ કારણોસર કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ છે .
એહમદભાઈ પટેલની કૃપા દ્રષ્ટિથી અનેક લાભો લીધા પછી પણ ભાજપ પાસેથી વધુ લાભ લેવાની ગણતરી સાથે બળવંતસિંહે કોંગ્રેસ પક્ષ છોડ્યો . એટલું જ નહિ , જેમની આંગળી જલીને રાજકારણમાં નામ કમાયા અને ધંધામાં રૂપિયા કમાયા એ એહમદભાઈ ને હરાવવા જ બળવંતસિંહ રાજ્યસભાની ચૂટણીમાં ઉમેદવાર બન્યા. આટલા કઠોર અને હિંમત પૂર્વક ના પગલા લેવામાં દર ન લાગ્યો , પરંતુ પત્રકારોથી ડરીને ફોન બંધ કરી દીધો . છેને વિચિત્ર ઘટના !
ભાજપને જીત થી દુર રાખવા બિહારમાં નીતિષ કુમારે મહાગઠબંધન માટે કેટ કેટલી બેઠકો યોજી હતી . કેટલા પ્રયત્નો પછી બધું ગોઠવાયું હતું . અને હવે તેમને ભાજપના ગુણોનો જથ્થો હાથ લાગી ગયો એટલે ગઠબંધન ની ઐસી કિ તૈસી કરી નાખી . લાલુપુત્ર તેજસ્વી એ રાજીનામું ન આપ્યું માટે મુખ્યમંત્રી નીતિષ કુમારે આખી સરકારનું રાજીનામું આપી દીધું અને બીજા જ દિવસે ભાજપ સાથે મળીને ફરી સરકાર બનાવી દીધી . એટલે રાજીનામું નીતિષ કુમારે આપ્યું ને સરકારની બહાર તેજસ્વી યાદવ થઇ ગયા . બધું વિચિત્ર બની રહ્યું છે . ભાજપને ચિત્ર કરતા વિચીત્રમાં વધુ રસ પડે છે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાઠા જીલ્લો હંમેશા સહુકોઈની લાગણી ઢંઢોળી જાય છે
Next articleરાજ્યસભાની ચુંટણીએ ભાજપ – કોંગ્રેસ અને બાપુને બ્રહ્મજ્ઞાન કરાવ્યું .