Home ગુજરાત રાજ્યમાં કાળઝાર ગરમી વચ્ચે પાણીનું સંકટ, રૂપાણીની અગ્નિપરિક્ષા….

રાજ્યમાં કાળઝાર ગરમી વચ્ચે પાણીનું સંકટ, રૂપાણીની અગ્નિપરિક્ષા….

593
0

સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગી, નર્મદા સહિત ૨૦4 ડેમો ખાલી ખમ, પ્રજાજનોની હાલત દયનીય
કચ્છના ૨૦ ડેમોમાં ૧૫.૬૪ ટકા તો સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં ૨૦.૪૨ ટકા જ્યારે નર્મદા ડેમમાં માત્ર ૩૧.૯૬ ટકા પાણી
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.23
ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે અને પ્રજાજનોની હાલત દયનીય બની છે. પશુપક્ષીઓની હાલત પણ ખરાબ છે. દરમિયાન હજુ આકરા તાપ ગરમીથી છુટકારો મેળવવો સંભવ નથી. હજુ ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે. કોઈ – કોઈ જગ્યાએ ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ રહેશે. રાજયના અલગ અલગ વિસ્તારોમાં આગાહી દિવસો દરમિયાન તાપમાનનો પારો મોટાભાગના વિસ્તારોમાં તા.૨4-૨૫માં ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી જોવા મળશે. તા.૨૬ થી ૨૯માં કયાંક તાપમાન આંશિક ઘટશે. અમદાવાદ ડીસા, ટુંકમાં રાજયના મોટાભાગના વિસ્તારમાં ત્રણેક દિવસ ઉંચુ રહેશે. એવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ખેડૂતો માટે નર્મદાનું પાણી તો એક મહિના કરતાં વધુ સમયથી આપવાનું બંધ કરી દેવાયું છે અને ઉનાળું પાક નહિ કરવાની પણ સરકારે સલાહ આપી છે.
આ સ્થિતિમાં શહેરી વિસ્તારો તેમજ ગામડાંમાં પીવાના પાણી માટે પોકાર થવા લાગ્યા છે ત્યારે રાજ્યના ૨૦૩ ડેમોમાં ૩૨.૩૨ ટકા જ પાણી બચ્યું છે. એ પૈકી કચ્છના ૨૦ ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે, તેમાં માંડ ૧૫.૬૪ ટકા જ પાણી બચ્યું છે તો સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં ૨૦.૪૨ ટકા પાણી બચ્યું છે જ્યારે નર્મદા ડેમમાં ૩૧.૯૬ ટકા પાણીનો જથ્થો પડયો છે. એકંદરે નર્મદા સહિત ગુજરાતના તમામ ૨૦૪ ડેમોમાં અત્યારે ૩૨.૧૯ ટકા પાણી છે.
નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે. આ લેટેસ્ટ આંકડા જોતાં રાજ્યમાં આગામી દિવસોમાં પાણીની તંગી વધુ વિકરાળ બને તેવું દેખાઈ રહ્યું છે. પીવાના પાણી મુદ્દે ગામડાંઓમાં સ્થિતિ બદતર બની રહી છે, લોકોને ચાર-પાંચ કિલોમીટર લાંબા થઈ પાણી મેળવવું પડી રહ્યું છે. સરકારી આંકડા મુજબ મધ્યગુજરાતના ૧૭ ડેમોમાં પાણીની સ્થિતિ સારી છે, કારણ કે અહીં કુલ ૫૧.૭૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અલબત્ત ૨૦ દિવસ પહેલાં ૬૦ ટકા જેટલો જથ્થો સંગ્રહાયેલો હતો. આમ ૨૦ દિવસમાં ૮ ટકા જેટલો પાણીનો જથ્થો પૂરો થયો છે.
પાણીનો સૌથી ઓછો જથ્થો કચ્છના ૨૦ ડેમોમાં ૧૫.૬૪ ટકા જ રહ્યો છે, જે ૨૦ દિવસ પહેલાં ૧૭.૫૬ ટકા હતો. સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ પણ સારી નથી, ૨૦ દિવસ પહેલાં અહીંના ૧૩૮ ડેમોમાં ૨૩.૯૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો, જે અત્યારે ઘટીને ૨૦.૪૨ ટકા થવા પામ્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૭.૨૦ ટકા પાણીનો જથ્થો હતો, જે અત્યારે ઘટીને ૩૧.૫૩ ટકા રહેવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા ૧૫ ડેમોમાં ૨૦ દિવસ પહેલાં ૩૫.૦૯ ટકા પાણી હતો જે હવે ઘટીને ૩૦.૮૨ ટકા થવા પામ્યો છે. ગુજરાતની જીવાદોરી એવી નર્મદામાં ૨૦ દિવસ પહેલાં ૩૨.૭૧ ટકા પાણીનો જથ્થો હતો, તેમાં હવે ઘટાડો થઈ ૩૧.૯૬ ટકા પાણી બચ્યું છે.


અમદાવાદમાં પાણીનું સંકટ ઘેરાશે, નર્મદાનું એક ટીપું પાણી પણ નહી મળે…!
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.23
આ ઉપરાંત અમદાવાદના જિલ્લાને સિંચાઈ માટે અપાતું નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ જાહેરાત કરી દેવાઇ છે. તેથી વાસણા બેરેજમાં પાણીની આવક બંધ થતા સાબરમતી નદીમાં પણ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવશે જેથી નજીકના દિવસોમાં સાબરમતી નદી સૂકીભઠ્ઠ થવાના સંકેત ઉભા થયા છે. હદ તો ત્યાં થાય છે કે અમદાવાદ મ્યુનિ.બારોબાર પાણી ન ખેંચી લે તે માટે સિંચાઈ વિભાગે રાઉન્ડ ધ કલોક બે કર્મચારીઓને કોતરપુર વોટરવર્કસ ખાતે તહેનાત કરી દીધા છે. બીજી તરફ, કડાણા ડેમમાંથી શેઢી કેનાલ થકી રાસ્કા વોટરવર્કસ ખાતે અપાતું 200 એમએલડી પાણી પણ બંધ કરી દેવાયુ છે. કુલ 400 એમએલડી પાણીની ઘટ ઉભી થતા અદાવાદના ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નજીકના દિવસોમાં પીવાના પાણી માટે વિકટ સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ સર્જાઈ છે. જો કે સત્તાધીશોના જણાવ્યા અનુસાર શહેરમાં નર્મદાની સીધી પાઈપલાઈન દ્વારા પાણી અપાતુ હોવાથી હાલ પાણીની ઘટ હોય તેવી કોઈ સમસ્યા નથી.
અત્યારે કડાણા ડેમમાંથી શેઢી કેનાલ મારફતે રાસ્કા વોટરવર્કસમાં 200 એમએલડી જેટલું પાણી પુરુ પડાય છે. જે દક્ષિણ ઝોનના છેવાડાના ઈન્દ્રપુરી, ઘોડાસર, વટવા, ઈસનપુર અને લાંભા વિસ્તારોમાં આપવામાં આવે છે. ઉપરાંત પૂર્વ વિસ્તારના પણ કેટલાક ભાગમાં અપાય છે. હવે આ પાણી આપવાનુ પણ બંધ કરી દેવામાં આવશે જેથી કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ હજી એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રખાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વ પુસ્તક દીન ઃ મોદીજી ગયા અને ‘વાંચે ગુજરાત’ના બોર્ડ ઉતરી ગયા…..!!?
Next articleમોંઘવારીથી પ્રજાનું ધ્યાન હટાવવા નેતાઓની ધર્મ-જ્ઞાતિ-જાતીના નામે છેતરપિંડી?