Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી...

રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે- આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

26
0

(G.N.S) Dt. 27

ગાંધીનગર,

અમદાવાદ, વડોદરા, સુરત,જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે

કિડની, કેન્સર, હ્રદય રોગ, માતૃ અને બાળરોગ સહિતની સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે

રાજ્ય ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓને પણ મેડિસિટીમાં ઉપલ્બધ સારવાર અને સેવાઓનો લાભ મળી રહ્યો છે

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.
અમદાવાદમાં અંદાજિત રૂ.૯૧૦ કરોડ, વડોદરામાં રૂ. ૫૬૧.૪૫ કરોડ, સુરતમાં રૂ. ૨૦૪.૭૦ કરોડ, જામનગરમાં રૂ. ૮૬૪.૧૭ કરોડ અને ભાવનગરમાં રૂ. ૧૦૦૩.૯૯ આમ અંદાજિત કુલ રૂ. ૩૫૪૪.૪૫ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.


જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે:-
જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો ,વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર , વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર , નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની
મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે હૃદય રોગ ,મૂત્રાશયના રોગો , પ્લાસ્ટીક સર્જરી ,પેટના રોગો , સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ  ઉપલબ્ધ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિમેન્સ પ્રીમિયગ લીગમાં ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની બીજી જીત
Next articleલાઠી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૬૪ હેક્ટરમાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર