Home ગુજરાત રાજકોટ: જાહેરમાં મહિલાના વાળ પકડી દોડાવી ઢોર માર માર્યો, Video વાયરલ

રાજકોટ: જાહેરમાં મહિલાના વાળ પકડી દોડાવી ઢોર માર માર્યો, Video વાયરલ

560
0

(જી.એન.એસ), તા. ૫ રાજકોટ:
શહેરના ગાયત્રી નગર મેઇન રોડ પર જાહેરમાં પતિએ પત્નીના વાળ પકડી દોડાવી ઢોર માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં માર મારનાર પતિએ દારૂ પીને મહિલાને માર માર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટના ધોળા દિવસે બની છે.
ગાયત્રીનગરની પાછળ રહેતો નેપાળી પરિવારની મહિલા છે. માર મારતો શખ્સ તેનો પતિ છે. આ અંગે મહિલા પોલીસ ફરિયાદ નહીં કરે તેવું તેણે જણાવ્યું હતું. તેમજ ઓળખ છૂપાવવા નામ પણ આપવાની ના પાડી છે. બન્ને વચ્ચે અવારનવાર ઝઘડો થાય છે. પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે. રસોઇ ન બનાવી આપતા અને રૂપિયા ન આપતા મહિલાના પતિએ તેને મારી હતી. બચાવનાર મહિલા તેની માસી થાય છે. તેણે જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે હાલતા ઝઘડો અને મારપીટના બનાવો બને છે. મહિલા બે વખત પ્રેગનેન્ટ થઇ હતી પરંતુ બાળકનો જન્મ થતો નહોતો.
વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના ગાયત્રી નગર મેઇન રોડ પર પતિએ દારૂ પીધેલી હાલતમાં પત્નીના વાળ ખેંચી ધોલાઇ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ બનાવથી લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. પરંતુ મહિલાને બચાવવા માટે કોઇ વચ્ચે આવતું નથી. મહિલાને એક પછી એક થપ્પડ તેનો પતિ મારી રહ્યો છે. આખરે તેની માસી વચ્ચે આવીને મહિલાને બચાવીને લઇ જાય છે. બન્ને રિક્ષામાં બેસીને ત્યાંથી જતી રહે છે.
આ અંગે ભક્તિનગર પોલીસે જણાવ્યું હતું કે, જાહેરમાં મારતો વીડિયો અમારી પાસે હજી આવ્યો નથી. તેમજ આ અંગે કોઇ મહિલાએ ફરિયાદ પણ નોંધાવી નથી. વીડિયોના આધારે મહિલાને શોધી તપાસ હાથ ધરીશું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅગાઉના વડાપ્રધાનો કરતાં મોદી છે નોખી માટીનાઃ ચીન
Next articleસુરતઃ પોલીસ ઈન્સ્પેક્ટર 20 હજારની લાંચ રંગેહાથ લેતા ઝડપાયો