Home ગુજરાત રાજકોટમાં કોર્પોરેટરો વિફર્યા, બે ઇજનેરોને સ્ટાફ સાથે મંદિરમાં પુરી દીધા

રાજકોટમાં કોર્પોરેટરો વિફર્યા, બે ઇજનેરોને સ્ટાફ સાથે મંદિરમાં પુરી દીધા

389
0

(S.yuLk.yuMk)રાજકોટ,íkk.08
એકાદ કલાક બાદ વિ૫ક્ષીનેતાની દરમિયાનગીરીથી મહાપાલિકાના સ્ટાફને મૂક્ત કરાયો રાજકોટમાં પાણી પ્રશ્ને કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણી બતાવતા કોર્પોરેશનના બે ઈજનેરોને બાનમાં લીધા હતા. તેમજ આ ઇજનેરો સહિતના સ્ટાફને એકાદ કલાક સુધી મંદિરના પરિસરમાં પુરી રાખ્યા હતા. જેને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. રાજકોટના મવડીમાં પાણીની પારાવાર સમસ્યા છે, આ મામલે કોર્પોરેશનને અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતા કોઈ પગલા નહીં ભરાતા કોંગ્રેસના કોર્પોરેટરોએ બે ઈજનેરો અને તેમના સહકર્મચારીઓને મંદિરમાં પૂરી દીધા હતા. તેમજ ભારે હોબાળો કર્યો હતો. જોકે વિપક્ષના નેતા વશરામ સાગઠીયાની દરમ્યાનગીરી બાદ કોંગ્રેસના કોર્પોરેટરોએ નમતુ જોખ્યું હતુ. તેમજ અધિકારીઓને બાનમાંથી મુક્ત કર્યા હતા. રાજકોટના વિકાસશીલ એવા મવડી વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યા છે. બીજી તરફ શહેર માટેના પીવાના પાણીના તમામ સ્ત્રોત પુરતા ભરેલા છે. આવી સ્થિતિમાં આજે ઇજનેરોને બાનમાં લેવાની ઘટના બની હતી. જો કે હજુ સમસ્યા દુર નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમ આ૫વાની ચિમકી લોકોએ ઉચ્ચારી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી પી.એચ.ડી. કરી રહેલો વિદ્યાર્થી બન્યો આતંકી
Next articleમુંબઈના કાંદિવલીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની છરો ભોંકી કરી કરપીણ હત્યા