Home દેશ - NATIONAL અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી પી.એચ.ડી. કરી રહેલો વિદ્યાર્થી બન્યો આતંકી

અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી પી.એચ.ડી. કરી રહેલો વિદ્યાર્થી બન્યો આતંકી

405
0

(S.yuLk.yuMk)જમ્મુ-કશ્મીર,íkk.08
એક Ph.D સ્કોલર હિઝબુલ મુઝાહિદીન સાથે જોડાયો હોવાની ખબર સામે આવી છે. આ વિદ્યાર્થી Ph.D સ્કોલર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. હવે જમ્મૂ કશ્મીરના સોશિયલ મીડિયા પર તેમની AK-47 હાથમાં રહેલી એક તસ્વીર પણ સામે આવી છે. સ્થાનિક મીડિયાના સુત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે Ph.D સ્કોલરનું નામ મનાન વાની છે. અને તે કુપવાડા જિલ્લાના લોલાબના તાકીપોરા ગામનો રહેવાસી છે. તે એએમયુમાં જિયોલોજીમાં Ph.D કરી રહ્યો હતો. 26 વર્ષનો વાણી 3 દિવસ પહેલા ઘરે આવવાનો હતો. પરંતુ તેને ઘરે કોઈ ખબર આપી ન હતી. રિપોર્ટ અનુસાર, તે 5 વર્ષથી એએમયૂમાં રહેતો હતો અને ત્યાંથી જ તેને એમફિલની ડિગ્રી મેળવી હતી. 2 દિવસ પહેલા ફેલબૂક પર તેમનો ફોટો સામે આવ્યો. જેમાં તેના હાથમાં AK-47 રાયફલ હતી. અને કહેવામાં આવ્યું કે તે 5 જાન્યુઆરીથી હિઝબુલમાં સામેલ થઈ ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમના પરિવાર દ્વારા તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે કે શા માટે તેને Ph.D છોડીને આતંકી રસ્તો પકડ્યો.ખબરોમાં જણાવવામા આવી રહ્યો છે. મનાન પરિવાર ખૂબ સમૃદ્ધ છે. તેમના પિતા લેક્ચરર છે અને ભાઈ જુનિયર એન્જિન્યર છે. વાનીએ 10માં સુધીનો અભ્યાસ લોલાબની જવાહર નવોદય વિદ્યાલયમાંથી કર્યો છે.
આ બધા વચ્ચે અન્ય એક યુવક આસિફ અહમદ વાગેની પણ તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં તેને પણ આતંકી રસ્તો અપનાવ્યો હોવાની વાત કહી છે. પરંતુ હજુ સુધી એ સામે નથી આવ્યું કે જે કોઈ પણ સંગઠન સાથે હાથ મિલાવ્યો હોય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેંગાલુરૂના બારમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, 5ના મોત
Next articleરાજકોટમાં કોર્પોરેટરો વિફર્યા, બે ઇજનેરોને સ્ટાફ સાથે મંદિરમાં પુરી દીધા