Home અન્ય શ્રીમદ્‌ રાજચંદ્રજીના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડશે પીએમ

શ્રીમદ્‌ રાજચંદ્રજીના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડશે પીએમ

2301
0

(જી.એન.એસ.), અમદાવાદ
શ્રીમદ્‌ રાજચંદ્રજીની ૧૫૦મી જ્યંતિની ઉજવણી ચાલી રહી છે, તે નિમિત્તે શ્રીમદ્‌ રાજચંદ્રજીના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ જૂને કરશે. વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમમાં આ પ્રસંગે હાજરી આપશે. શ્રીમદ્‌ રાજચંદ્રજી કવિ અને ધર્મના જાણકાર હતા, તેમ જ તેઓ આધ્યાત્મિક પ્રતિભા ધરાવતા હતા. તેમનું કાવ્ય અપૂર્વ અવસર એ સાહિત્યમાં અમર સ્થાન ધરાવે છે.
શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હોવાનું માન પામ્યાં હતાં. ગાંધીજીની હિન્દુ ધર્મ માટેની તમામ શંકાઓનું નિરાકરણ કરનાર શ્રીમદ રાજચંદ્ર માટે ગાંધીજીના હૃદયમાં આગવું સ્થાન હતું. ગાંધીજીએ તેમને દુનિયાના ધર્મના સત્યાવીસ પ્રશ્નો પૂછ્યાં હતાં.
ભારત અને ગુજરાતના ઇતિહાસમાં શ્રેષ્ઠ નરરત્ન એવા શ્રીમદ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ગાંધીઆશ્રમમાં તેમના નામના સિક્કા અને પોસ્ટલ ટિકીટ બહાર પાડી યુવા પેઢી માટે શ્રીમદ રાજચંદ્ર વિશે જાણવાની તત્પરતા વધારશે.

Previous articleમોદીજી ગુજરાતમાં..રાજકોટ, અરવલ્લી-ગાંધીઆશ્રમની લેશે મુલાકાત
Next articleરાજકોટના કાર્યક્રમો સફળ બનાવવા અંજલિ રૂપાણીની મહત્વની ભૂમિકા