Home દેશ - NATIONAL ગરીબો રાશન લે કે ન લે મોદી સરકાર સબસિડી ખાતામાં જમા કરાવી...

ગરીબો રાશન લે કે ન લે મોદી સરકાર સબસિડી ખાતામાં જમા કરાવી દેવાશે

377
0

આ પૈસાથી તે રાશન પણ ખરીદી શકશે અને બીજી ચીજો પણ ખરીદી શકશે,ગરીબોના હાથોમાં પૈસા આવશે,સબસીડી ચાંઉ કરી જવાનુ દુષણ દુર થશે
મોદી સરકારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
કેન્દ્રની મોદી સરકાર લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે. ચૂંટણી પહેલા સરકાર ગરીબો માટે એક એવી યોજના શરૂ કરી શકે છે જેમાં રાશનમાં અપાતી સબસીડી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે પછી ભલે તેઓ રાશન લ્યે કે ન લ્યે. ગરીબ ઇચ્છે તો આ પૈસાથી ખુલ્લા બજારમાંથી સામાન ખરીદી શકશે. આમા મહત્વની વાત એ છે કે ગરીબ રાશન ખરીદે કે ન ખરીદે પરંતુ રાશનની સબસીડી દર મહિને તેના ખાતામાં જમા કરી દેવાશે. આ બારામાં એક પ્રસ્તાવ ફુડ મંત્રાલયે તૈયાર કર્યો છે જેના પર નાણા મંત્રાલય પ્રમુખ સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના વડપણમાં વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ અપાયા બાદ તેની શરૂઆત બિહારના પુર્ણિયા જિલ્લાથી થઇ શકે છે.
આ યોજનાનો ફાયદો એ છે કે ગરીબ લોકોને રાશન પર અપાતી પુરી સબસીડી મળી શકશે. એવામાં તેઓ આ પૈસાનો ઉપયોગ કોઇપણ કામ માટે કરી શકશે. કાયમ એવુ થતુ હોય છે કે જો કોઇ પરિવારમાં ચાર સભ્ય હોય અને નિશ્ચિત કવોટા અનુસાર તેને રાશનની દુકાનેથી દર મહિને ર૦ કિલો ચોખા મળતા હોય છે પરંતુ તેઓ ૧૦ કિલો જ ચોખા લેતા હોય છે એવામાં ૧૦ કિલો ચોખા રાશનવાળો કાળાબજારમાં વેચી દયે છે એટલે કે સબસીડીનો લાભ ગરીબને નથી મળતો પરંતુ દુકાનદારને મળે છે હવે આવુ નહી થાય.
પ્રસ્તાવ અનુસાર ગરીબોને રાશનમાં ઘઉં, ચોખા અને ખાંડ આપવામાં આવે છેઃ પ્રતિ વ્યકિતના હિસાબથી આ ખાદ્ય ચીજોનો કવોટા નક્કી હોય છેઃ જો કોઇ પરિવારમાં ૪ લોકો હોય તો તેમના માટે ઘઉં, ચોખા અને ખાંડની માત્રા નક્કી થાય છેઃ માની લ્યો કે કોઇ પરિવાર માટે ૧૦ કિલો ચોખાનો કવોટા નક્કી હોય તો રાશનની દુકાન પરથી ર રૂપિયે પ્રતિકિલોના હિસાબથી ચોખા અપાય છે પરંતુ સરકાર માટે ચોખાની કોસ્ટ ૧૦ રૂપિયા બેસતી હોય છે એટલે કે સરકાર પ્રતિકિલો ચોખા પર ૮ રૂ.ની સબસીડી આપી રહી છેઃ ૧૦ કિલો ચોખા પર સબસીડી ૮૦ રૂ. થઇઃ ૮૦ રૂ.ની રકમ તેના બેંક ખાતામાં ચાલી જશેઃ આ જ પ્રકારથી ઘઉં અને ચોખાની સબસીડી પણ ખાતામાં જમા થશેઃ હવે જો તે વ્યકિત રાશનની દુકાનેથી ચોખા ખરીદવા માંગતો હોય તો તેને ૧૦ રૂ. કિલો જ ચોખા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ચોર અને એક મહાચોરની હુંસાતુંસી ચાલી રહી છે : બાપુ
Next articleરન ફોર યૂનિટીમાં ’સ્વચ્છ ભારત’ મિશનની મજાક ઉડી