Home વ્યાપાર જગત - BUSINESS યુ.એસ.ફેડરલ રિઝર્વ અને RBI દ્વારા વ્યાજદરોમાં વધારો કરતા ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળે...

યુ.એસ.ફેડરલ રિઝર્વ અને RBI દ્વારા વ્યાજદરોમાં વધારો કરતા ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળે સાવચેતીનું વલણ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૬૬૯.૦૩ સામે ૫૬૨૫૫.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૬૧૩.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫૨.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૭૦૨.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૦૨.૫૦ સામે ૧૬૮૫૫.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૬૬૦.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૯.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૮૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. સેબી દ્વારા માર્જિનના કડક નવા ધોરણો લાગુ કરાયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં એકાએક ૦.૪૦% વધારાનો અને સીઆરઆરમાં ૦.૫૦%ના વધારો અને યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગના અંતે પણ ૦.૫૦% વ્યાજ દરમાં એકાએક તીવ્ર વધારો કરતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારમાંથી મોટાપાયે ફંડ પાછું ખેંચી ન જાય એ માટે અગમચેતીએ આજે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. ફોરેન ફંડોની સામે લોકલ ફંડો – સંસ્થાકીય રોકાણકારો શેરોમાં સતત ખરીદદાર રહ્યા હોઈ આ લોકલ ફંડોની ખરીદીએ અફડાતફડી જોવા મળી હતી. એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેગા રૂ.૨૧,૦૦૦ કરોડના આઈપીઓ માટે સેન્ટીમેન્ટને યેનકેન પ્રકારે તેજીનું બનાવી રાખવાની કવાયતમાં આજે નિફટી – સેન્સેક્સ બેઝડ અપેક્ષિત તેજી બાદ ઉછાળે વેચવાલી જોવા મળી હતી.

ફુગાવો – મોંઘવારી, ચાઈના સહિતમાં કોરાનાના ઉપદ્રવે સપ્લાય ચેઈન ખોરવાતાં વિશ્વની વધેલી ચિંતા અને યુક્રેન-રશિયા યુદ્વના ચાલતાં રશિયાની ત્રીજા વિશ્વ યુદ્વના સંકેતના કારણે જીઓપોલિટીકલ ટેન્શન વધ્યા સાથે સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી છતાં લોકલ ફંડોએ જાણે કે એડવાન્ટેજ ઈન્ડિયા હોય એમ શેરોમાં તેજી કરી હતી. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત વેચવાલી રહેતાં અને ફંડોના બે તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૩ પોઈન્ટ વધીને અને નિફટી ફ્યુચર ૨૧ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૦૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૯.૬૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, ટેક, આઇટી, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૯ અને વધનારની સંખ્યા ૧૪૪૮ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક દ્વારા અચાનક જ રેપોરેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ અને કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો તાત્કાલીક અમલ બનાવવાના નિર્ણયની દેશમાં થતા રોકાણના નિર્ણયો પર પ્રતિકુળ અસર થવાની સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્ર અને ઉદ્યોગો સામે એક નવો પડકાર ઊભો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૪૦ બેસિસ પોઈન્ટ્સ ના રેપો રેટમાં વધારો કરીને બજારને આશ્ચર્યચકિત કરી દીધુ છે, યુક્રેન યુદ્ધના કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ધણી કોમોડિટીઝના ભાવોમાં ઊછાળો નોંધાયો છે. એવું લાગે છે કે આખરે મોનેટરી પોલિસી કમિટીએ તેનું ધ્યાન ફુગાવા તરફ વાળ્યું છે, જે એપ્રિલમાં પણ ઊંચો રહેવાની ધારણા છે અને કગાચ બાકીના ક્વાર્ટરમાં ઊંચો રહેવાની સંભાવના છે. કારણે રિઝર્વ બેંકે તાત્કાલિક પગલું ભરવું પડયુ છે.

જૂનમાં દરમાં વધારો અપેક્ષિત હતો, મુખ્યત્વે ફ્રુડ ઓઈલના ભાવ અથવા ખાદ્યતેલના ભાવ વૈશ્વિક પરિબળોને કારણે સપ્લાય પર પ્રતિકુળ અસર થઈ છે. રેપો અને સીઆરઆરમાં વધારાની તાત્કાલિક અસર જોવા મળી છે. વધતા વ્યાજ દરો રોકાણના નિર્ણયો પર પણ અસર કરશે કારણ કે કંપનીઓ જ્યાં માંગ હશે ત્યાં જ મૂડી યોજનાઓનું વિસ્તરણ કરશે. તેથી, વપરાશ અને રોકાણ ચક્ર બંનેને અસર થઈ શકે છે. આમ, એક વાત ચોક્કસ છે કે સરળ નાણાંના દિવસો પૂરા થઈ ગયા છે. ઉદ્યોગો નિશ્ચિતપણે પડકારનો સામનો કરશે કારણ કે હવે દરોમાં સતત વધારો જોવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય-અમેરિકન રિચર્ડ વર્માને જો બાયડેને ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે કર્યા નિયુક્ત
Next articleઅમેરિકાએ બ્લડ ક્લોટિંગ રિસ્કને કારણે જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.