Home દેશ - NATIONAL મોદી સરકારના કાર્યકાળમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં વધારો

મોદી સરકારના કાર્યકાળમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં વધારો

333
0

આરટીઆઈમાં ખુલાસો : ત્રણ વર્ષણાં ૮૧૨ આતંકી ઘટના બની,૧૮૩ જવાનો શહિદ,૬૨ નાગરિકોના જીવ ગયા
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૧
મોદી સરકારે મનમોહનસિંહની સરકારની સરખામણીએ લગભગ બમણો ખર્ચ કર્યો હોવા છતાં કાશ્મીરમાં આતંકવાદી ઘટના વધી છે. આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં ૮૧૨ આતંકી ઘટનાઓ બની છે અને તેમાં ૧૮૩ જવાનો શહીદ થયા છે તથા ૬૨ નાગરિકોના જીવ ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ એક મોટી સમસ્યા છે. આતંકવાદ વિરુદ્ધ લડવાની મોટી-મોટી વાતો કરનારી હાલની કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીર ખાતે આતંકી ઘટનાઓમાં વધારો થયો છે. આઈટીઆઈ દ્વારા ગૃહ મંત્રાલય પાસેથી માંગવામાં આવેલી માહિતીના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, મે-૨૦૧૪થી મે-૨૦૧૭ વચ્ચે ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં ૮૧૨ આતંકી ઘટનાઓમાં ૬૨ નાગરિકોના મોત નીપજ્યા છે અને ૧૮૩ ભારતીય સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. મહત્વપૂર્ણ છે કે, પુરોગામી મનમોહનસિંહની સરકારના આખરી ત્રણ વર્ષો મે-૨૦૧૧થી મે-૨૦૧૪ની વચ્ચેના કાર્યકાળમાં કુલ ૭૦૫ આતંકી ઘટનાઓ થઈ હતી અને તેમાં ૫૯ નાગરીકોના મોત નીપજ્યા હતા તથા ૧૦૫ ભારતીય સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પુરોગામી મનમોહનસિંહની સરકારના આખરી ત્રણ વર્ષ મે-૨૦૧૧થી મે-૨૦૧૪ની વચ્ચે ગૃહ મંત્રાલયે આતંકવાદ સામે લડવા માટે લગભગ ૮૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં મે-૨૦૧૪થી મે-૨૦૧૭ વચ્ચે ગૃહ મંત્રાલયે ૧૮૯૦ કરોડ રૂપિયા આના સંદર્ભે ફાળવ્યા છે.
મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે કડક કાર્યવાહીના દાવાઓ થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ તાજેતરમાં કહી ચુક્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં દરરોજ પાંચથી છ આતંકવાદીઓ સુરક્ષાદળોના હાથ ઠાર થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના નોઈડાના વતની આરટીઆઈ કાર્યકર્તા રંજન તોમરે ગૃહ મંત્રાલય પાસેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ બાબતે માહિતી મેળવી છે. તેમણે આરટીઆઈમાં આના સંદર્ભે ચાર સવાલ કર્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી છે અને તેને ડામવા માટેની કોશિશોમાં પણ વધારો થયો છે. પરંતુ ચિંતા એ વાતની છે કે આતંકીઓનો સંપૂર્ણપણે ખાત્મો કરવા માટે વધુ નક્કર રણનીતિની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી ઈફેક્ટ : રાજ્યમાં ૧૬ નવી જીઆઈડીસી સ્થપાશે
Next articleગામની શક્તિને જોડતું વિકાસનું મોડલ બનાવવાનો પ્રયત્ન : પીએમ મોદી