Home ગુજરાત ચૂંટણી ઈફેક્ટ : રાજ્યમાં ૧૬ નવી જીઆઈડીસી સ્થપાશે

ચૂંટણી ઈફેક્ટ : રાજ્યમાં ૧૬ નવી જીઆઈડીસી સ્થપાશે

414
0

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નવી ઔદ્યોગિક વસાહતની યોજના,બહુમાળી શેડ બનાવાશે
નવી જીઆઇડીસીથી ૧ લાખ લોકોને રોજગારી મળશે,૧૫ હજાર નવા કારખાના સ્થપાશે,સરકારે નવી ગારમેન્ટ અને એપેરલ પોલિસી પણ જાહેર કરી,ઔદ્યોગિક એકમોને વિજ બીલમાં રાહતની પણ જાહેરાત

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૧
ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે અને તે પહેલા ગુજરાત સરકાર ચૂંટણી લક્ષી યોજનાઓ જાહેર કરી રહી છે. મંગળવારે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા બાદ બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગનો વિકાસ થાય અને ફરી કાપડ ઉદ્યોગમાં ગુજરાતનું નામ બને તે માટે ‘ગારમેન્ટ એન્ડ એપરલ પૉલીસી ૨૦૧૭’ની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ ઉદ્યોગ દ્વારા તેમના પગાર ઉપરાંત મહિલાઓને પ્રતિમાસ ૪૦૦૦ રુપિયા અને પુરુષ કારીગરોને ૩૨૦૦નું ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગને ૫ વર્ષ સુધી મદદ કરવાની વાત કરી છે.
મુખ્ય મંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ થાય છે પણ પછી તેની ઘાંસડીઓ સીધી દક્ષિણ ભારત મોકલવામાં આવે છે જ્યાં કાપડ તૈયાર થાય છે. આના બદલે ગુજરાતમાં જ કાપડ ઉદ્યોગનો વિકાસ થાય અને આપણે ફાર્મ ટૂ ફાઈબર સુધી જઈએ. ગારમેન્ટ ઉદ્યોગના વિકાસ માટે ૨૦,૦૦૦ કરોડનું રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે ગુજરાતમાં ૧૬ નવી ય્ૈંડ્ઢઝ્ર બનાવીને દાહોદ તાપી જેવા છેવાડાના વિસ્તારોનો વિકાસ કરવાની વાત પણ તેમણે કરી હતી.
વિજય રુપાણીએ ગારમેન્ટ પૉલીસીની જાહેરાત કરવાની સાથે ગુજરાતને થનારા ફાયદાની વાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં કપાસની ખેતી થાય છે અને પછી તેમાંથી કાપડ બનાવવા માટે કપાસને દક્ષિણ ભારતમાં મોકલવામાં આવે છે તેના બદલે ગુજરાતમાં જ કાપડ તૈયાર થાય અને અહીંથી કાપડ એક્સપોર્ટ કરવામાં આવે તો ગુજરાતની પ્રજાને રોજગારી મળી રહેશે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગના વિકાસ માટે ર્સ્ંેં થયા હતા પરંતુ યોજના ન હોવાના કારણે તેના પર કામ શરુ નહોતું થઈ શક્યું પરંતુ હવે તેના માટેની યોજના તૈયાર કરી દેવામાં આવી છે જેથી કામગીરી પણ શરુ થઈ જશે.
આ સાથે મુખ્યમંત્રીએ દાહોદ, તાપી, છેવાડાના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે ૧૬ નવી ય્ૈંડ્ઢઝ્ર બનશે તેવી જાહેરાત કરી હતી. જ્યારે રુપાણીને પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને રાજ્ય સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી હોવાની વાત કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની વાત તથ્ય વગરની વાત કરે છે. ેંઁછની ૧૦ વર્ષની કોંગ્રેસની સરકાર દરમિયાન સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા ૧૪ વર્ષથી વધુ રોજગારી ઉભું કરતું ભારત છે.
તાજેતરમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણો દરમિયાન ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આરએસએસ અને અમિત શાહના પુત્ર જય શાહની કંપનીમાં થયેલા કથિત ગોટાળાઓને લઈને ચાબખા માર્યા હતા. આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી નાદાનિયત અને બાળ બુદ્ધિથી બધું કરે છે.
રાહુલ ગાંધીએ વડોદરામાં ઇજીજીમાં મહિલાઓ કેમ નથી દેખાતી અને આરએસએસમાં શોટ્‌ર્સ સાથે મહિલાઓ જોવા મળી? આ સવાલ બાદ ભાજપે રાહુલ ગાંધીના નિવેદનની નિંદાઓ કરી હતી, ત્યારે વિજય રુપાણીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની નાદાનિયત અને બાળક બુદ્ધિથી બધું કરે છે. તેમને કોઈ લખેલું પકડાવે અને તેઓ બોલે છે. ઇજીજીમાં મહિલાઓની પણ વિંગ છે. તેઓ વિદેશમાં ઉછરેલા માણસ છે, અને તેમની માનસિકતા પણ વિદેશની છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી સુધીમાં રાહુલ ગાંધી આવા ઘણાં ડખા કરશે જે અમારા માટે ફાયદારુપ જ છે.
મુખ્યમંત્રીની જાહેરાતની સાથે-સાથે
રાજ્યમાં નવી ૧૬ ય્ૈંડ્ઢઝ્ર બનશે
આ નવી જીઆઈડીસીથી ૧ લાખ લોકોને રોજગારી મળશે
નવી ય્ૈંડ્ઢઝ્રના કારણે ૧૫ હજાર નવા કારખાના સ્થપાશે
પ્રાથમિક સુવિધા પણ કારખાનાઓને મળશે
મહિલાઓને રોજગારી મળે તે અમારો હેતુઃ રૂપાણી
૨૪૦૦ હેક્ટર જમીન પર ય્ૈંડ્ઢઝ્ર બનશે
ગુજરાતને ફરીથી માન્સ્ચેસ્ટર બનાવીશુઃ મુખ્યમંત્રી
લઘુત્તમ વેતન સિવાય કારીગરોને સરકારની સહાય
મહિલા કારીગરોને ૪૦૦૦ રૂપિયા સુધીની સહાય
પુરુષ કારીગરોને ૩૨૦૦ રૂપિયા સુધીની સહાય
પાંચ વર્ષ સુધી સહાય મળશેઃ રૂપાણી
૧ લાખ યુવાનોને રોજગારી મળશે
રાહુલ ગાંધી લખેલું વાંચે છે અને બાળકબુદ્ધિનું પ્રદર્શન કરે છેઃ રૂપાણી
રાહુલ ગાંધીનો વિદેશ પદ્ધતિથી ઉછેર થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીરમાં ભીષણ અથડામણ : બે આતંકી ઠાર,બે વરૂણ કમાન્ડો શહીદ
Next articleમોદી સરકારના કાર્યકાળમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં વધારો