Home દેશ - NATIONAL ગામની શક્તિને જોડતું વિકાસનું મોડલ બનાવવાનો પ્રયત્ન : પીએમ મોદી

ગામની શક્તિને જોડતું વિકાસનું મોડલ બનાવવાનો પ્રયત્ન : પીએમ મોદી

417
0

મોદી સરકાર નાનાજી દેશમુખનું જન્મ શતાબ્દી વર્ષ ઊજવી રહી છે
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૧
મોદી સરકાર નાનાજી દેશમુખનું જન્મ શતાબ્દી વર્ષ ઊજવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં સ્પીચ આપી હતી. મોદીએ કહ્યું કે નાનાજી દેશમુખ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રિય રીતે સામેલ થયા હતા. તેમણે દેશ માટે પોતાનું જીવન આપ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલનની કમાન જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખે સંભાળી હતી.
ગામોના વિકાસને લઇને મોદીએ કહ્યું, “ગામોનો વિકાસ કેવી રીતે થાય તેને લઇને સરકાર ગંભીર છે. ગામોના મૌલિક સ્વરૂપને જાળવી રાખવાનો પડકાર છે સરકાર સામે.” એક વાત સમજવાની છે, આપણે સારું કરવા માંગીએ એટલેથી વાત પતશે નહીં, પણ વિકાસ માટેની યોજના જે પાર્શ્વભૂમિમાં શરૂ કરવામાં આવી, જે ઉત્સાહ સાથે શરૂ કરવામાં આવી તેને તે જ રીતે આગળ વધારીને ચોક્કસ સમયમર્યાદામાં પૂરી કરવામાં આવે તો મને વિશ્વાસ છે કે આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થશે ત્યારે ૨૦૨૨માં ૭૦ વર્ષોથી સપના જોતો મારા દેશનો ગામવાસી પણ આગળ આવશે અને તેના સપના પૂરાં કરશે. વિકાસના સર્વશ્રેષ્ઠ વિચારો જ પૂરતા નથી, તે માટેના પ્રયત્નો કોમ્પ્રિહેન્સિવ હોવા જોઇએ અને તે ‘આઉટકમ ડ્રિવન’ હોવા જોઇએ નહીં કે ‘આઉટપુટ ડ્રિવન’. “જો શહેરના બાળકો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે તો ગામડાના બાળકને પણ એ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સુવિધા મળવી જોઇએ.
જો શિક્ષકો, સરકારી બાબુ, ડોક્ટર વગેરે ગામડાઓમાં રહે છે તો તેમને પ્રાથમિક અને અન્ય સુવિધાઓ મળવી જોઇએ, તો જ તેઓ ગામડાઓમાં રહેવા પ્રેરાશે. અમારો એ જ ઉદ્દેશ છે કે ગ્રામીણ જીવનમાં બદલાવ લાવી શકીએ. જાતિવાદનું ઝેર ખતમ કરીને ગામડાઓનો વિકાસ કરવો જોઇએ. જે-જે રાજ્યોમાં ગુડ ગવર્નન્સ (સુશાસન) છે, તે રાજ્યોમાં બદલાવ આવેલો જોઇ શકાય છે. મનરેગાની વિશેષતા એ છે કે તે ગરીબોને રોજગાર આપે છે. જે રાજ્યોમાં વધુ ગરીબી છે ત્યાં મનરેગા ઓછી ચાલે છે, પણ જે રાજ્યોમાં ગરીબી છે પણ ગુડ ગવર્નન્સ છે ત્યાં મનરેગા યોગ્ય રીતે કામ કરે છે. સુશાસન ન હોય તો દેશનો વિકાસ અટકે છે. કૃષિક્ષેત્ર અને પશુપાલન ગ્રામ્યજીવનની અર્થવ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે. એટલે ખેતી હોય, પશુપાલન હોય કે હસ્તકલાનું કામ હોય તેને દેશની અર્થવ્યવસ્થા સાથે જોડ્યું છે.
મોદી સરકાર નાનાજી દેશમુખના જન્મશતાબ્દી વર્ષની ઊજવણી કરી રહી છે. તેમનું પૂરું નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ હતું. નાનાજીનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૧૬ના રોજ થયો હતો. રૂરલ ઇકોનોમીને સુધારવા અને સોશિયલ વર્ક માટે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાનાજીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સીમા પર આવેલા ચિત્રકૂટને પોતાના કામનું સેન્ટર બનાવ્યું હતું.
તેમણે કહ્યું કે લોકતંત્રમાં ફક્ત મત આપવાનો અધિકાર નથી પરંતુ જનતાની ભાગીદારી પણ જરૂરી છે. સરકાર દરેક યોજનાની સમીક્ષા કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારે જે ડ્ઢૈંજીૐછ એપ લોન્ચ કરી છે તેનાથી ગુડ ગવર્નન્સને ફાયદો થશે. ગ્રામીણ ભારતમાં ચાલી રહેલી યોજનાઓ અંગે સારી જાણકારી મળી શકશે. દિશાના માધ્યમથી જનપ્રતિનિધિ લોકો સાથે જોડાઈ શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી સરકારના કાર્યકાળમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં વધારો
Next articleસગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે : સુપ્રિમ કોર્ટ