Home ગુજરાત મોદી બોલ્યા, રાજનૈતિક પરિણામ ભોગવવા તૈયાર છું, શું ગુજરાતમાં ભાજપ હારી રહી...

મોદી બોલ્યા, રાજનૈતિક પરિણામ ભોગવવા તૈયાર છું, શું ગુજરાતમાં ભાજપ હારી રહી છે?

807
0

(જી.એન.એસ.) ગાંધીનગર તા.30
ગુજરાતમાં જે રીતે 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચંડ બહુમત મળ્યો હતો અને જીત પછી નરેન્દ્ર મોદીએ પાર્ટીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને હતી. અને તે પછી વડાપ્રધાન પદ તરીકે પણ સ્થાન મેળવ્યું હતું તે વાતને આજે 4 વર્ષ થઇ ગયા અને આ ચાર વર્ષોમાં મોદીના તે ગઢમાં અનેક રાજકીય સમીકરણો બદલાઇ ગયા. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. અને ભાજપ જેવી રાષ્ટ્રીય પાર્ટીને તેના જ ગઢમાં જીતવામાં મુશ્કેલી દેખાઇ રહી છે. કારણ કે ભાજપની જ્યાં જ્યાં જનસભાઓ થાય છે ત્યાં લોકોની પાંખી ભીડ નજરે પડે છે. વળી બહારથી પણ નેતાઓને બોલવવામાં આવે છે ત્યારે તેમની પણ જનસભામાં ઓછા જ લોકો આવે છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને રાહુલની જનસભાઓ વધુ સફળ થઇ રહી છે. ત્યારે આ સંકેત બતાવી રહ્યા છે કે હાલ ગુજરાતમાં ભાજપની સ્થિતિ ચિંતાજનક છે.
મતદાન પહેલા નિરાશા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં પોતાની સમગ્ર તાકાત નાંખી દીધી એક પછી એક ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. જો કે તેમની સભાને છોડીને જ્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે છે ત્યારે તેમની જનસભામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોની હાજરી હોય તે પછી યોગી હોય કે દેવેન્દ્ર ફડણવીસ.
30 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે જે સુધારા માટે પગલાં લીધો તેના કારણે તેમને રાજનૈતિક પરિણામ પણ ભોગવવું પડે તેવી સંભાવના છે. અને તે આ માટે તૈયાર છે. તો શું તેમનો આ ઇશારો ગુજરાત માટે હતો?
પીએમ મોદી આ વખતના ચૂંટણી પ્રચારમાં ભાવુક અપીલ કરતા નજરે પડ્યા. તેમણે ગુજરાતના મોરબીમાં વર્ષો જૂનો ઇન્દિરા ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ મોંઢે કપડું બાંધી ફરતા હતા. અને સ્વયંસેવકો માનવસેવા કરતા હતા. પણ તેનું ચિત્ર બહાર આવતા સ્વયંસેવકોના ચહેરા પર પણ રોગચાળો ના ફેલાય તે માટે રૂમાલ બાંધેલો જોવા મળ્યો હતો. જેણે તેમની મુશ્કેલી વધારી હતી.
બીજી તરફ હાર્દિક પટેલની રાજકોટની બુધવારની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઊભી થઇ હતી. રાહુલ ગાંધીની જનસભામાં પણ મોટી ભીડ જેવા મળી રહી છે. જે દર્શાવી રહી છે કે લોકોનો ઝુકાવ બીજી તરફ જઇ રહ્યો છે. ત્યારે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાને ખાલી થોડા જ દિવસની વાર છે ત્યારે ભાજપ માટે ડેમઝ કંટ્રોલ માટે પણ સમય ઓછો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાવીસ વર્ષના શાસન પછી પણ “સરદારને અન્યાય’ થયાના તર્કવિહીન મુદ્દાઓ કેમ…?
Next articleશું સત્તા લાલસામાં ભાજપે સંઘની વિચારસરણી કોરાણે મૂકી?