Home ગુજરાત બાવીસ વર્ષના શાસન પછી પણ “સરદારને અન્યાય’ થયાના તર્કવિહીન મુદ્દાઓ કેમ…?

બાવીસ વર્ષના શાસન પછી પણ “સરદારને અન્યાય’ થયાના તર્કવિહીન મુદ્દાઓ કેમ…?

607
0

(જી.એન.એસ.,હર્ષદ કામદાર) તા.30
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો તરફથી જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી સતત સત્તાસ્થાને રહેનાર ભાજપ દ્વારા પ્રચારમાં જે રીત-રસમો અપનાવવામાં આવી રહી છે તેનાથી રાજકીય નિરીક્ષકો દ્વારા એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે ભાજપ અને તેની સરકારના અગ્રણીઓ 22 વર્ષ દરમિયાન ગુજરાતનો ક્યાં કેટલો વિકાસ થયો તેની કોઈ નક્કર માહિતી પ્રજાને આપવાને બદલે બીજા-ત્રીજા મુદ્દાઓ તરફ પ્રજાનું ધ્યાન લઈ જવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કરવામાં આવ્યો હતો તેવો એક મુદ્દો વારંવાર ચગાવવામાં આવી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર સમાજના હતા. હાલમાં પાટીદાર સમાજને અનામત આપવાને મામલે હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપતા ભાજપને જાણે કે હાથમાંથી સત્તા જઈ રહી હોય તેમ સરદાર પટેલ સાથે કોંગ્રેસે કેવો વ્યવહાર કર્યો હતો તેની વારંવાર રજૂઆતો જાહેર મંચ પરથી કરીને પાટીદારોને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે પાટીદારો તેનાથી દૂર રહે, પરંતુ સરદાર પટેલને અન્યાયની વાત કરનાર ભાજપ સરકારમાં જ પાટીદાર અનામત આંદોલન વખતે 14 જેટલા પાટીદાર યુવાનોના મોત થયા હતા. પાટીદારોના ઘરોમાં ઘૂસી જઈને પોલિસે અત્યાચાર અને લાઠીચાર્જ કર્યો હતો તે પાટીદાર સમાજ ભૂલી શકે તેમ નથી. આમ સરદાર પટેલને અન્યાયની વાત કરનારા પાટીદારોને ગોળીઓ મારવામાં આવી અને જવાબદાર પોલિસ સામે પગલા ભરીને પાટીદારોને ન્યાય આપવાની ખાતરી આપવામાં આવતી નથી.
રાજકીય નિરીક્ષકો ભાજપ-કોંગ્રેસ દ્વારા થઈ રહેલા પ્રચારના સંદર્ભમાં એમ પણ કહે છે કે કોઈ એક પક્ષ માટે સત્તામાં 22 વર્ષનું શાસન એકધારું હોય તો એ પક્ષની સરકારે કોઈપણ પ્રચાર કરવાની જરૂર જ ન રહે અને પ્રજાના જે કામો કર્યા હોય તેના આધારે જ પ્રજા તેમને ફરીથી સત્તા સોંપી શકે, પરંતુ ભાજપે 22 વર્ષ દરમિયાન કોઈ એવા પ્રજાકીય કામો કર્યા નથી કે જેથી મતદારો ભાજપ ઉપર ઓળઘોળ થઈ જાય અને ફરીથી સત્તા સોંપવાનો નિરધાર કરે. વાસ્તવમાં લોકોમાં સરકાર વિરોધી લાગણી સર્જાઈ છે અને તેની જાણી સરકારમાં બેઠેલાઓ અને પક્ષના નેતાઓને પણ થઈ છે પરિણામે પ્રજાનું ધ્યાન અન્યત્ર વાળવા માટે સરદાર પટેલના નામનો આશરો લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોઈ એક પક્ષના નેતા મંદિરમાં જાય છે તો તેને પણ ભાજપ મુદ્દો બનાવે છે. આવા તર્કવિહીન મુદ્દાઓ બનાવવાને બદલે 22 વર્ષની શ્રેષ્ઠ કામગીરી વિવિધ માધ્યમો દ્વારા પ્રજા સમક્ષ મૂકવામાં આવે તો પ્રજાને પણ એમ થાય કે અમારા માટે સરકારે કામ કર્યું છે. જેમ કે 2012માં ભાજપે 50 લાખ મકાનો બનાવવાનું વચન આપ્યું હતું. પાંચ વર્ષ પૂરા થયા 50 લાખ તો ઠીક 5 લાખ મકાનો બન્યા નથી. ખેડૂતોની સમસ્યાઓ ઠેરની ઠેર છે. મોંઘવારી વધી રહી છે. ભાજપના મંત્રીઓ મોંઘવારી રોકી શકાય તેમ નથી એવા નિવેદનો કરે છે. પેટ્રોલ-ડિઝલ વાપરનારાઓ ગરીબ નથી એવા નિવેદનો અપાઈ છે અને મોંઘવારી ઓછી થાય તેવા પ્રયાસોને બદલે પાટીદાર સરદાર પટેલ મંદિર પ્રવેશ, પૂર્વ વડાપ્રધાનની ટીકા-ટીપ્પણી, પાટીદાર સમાજના પૂર્વ મુખ્યમંત્રીઓ સાથે કોંગ્રેસનો અન્યાય એવા મુદ્દાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં જે મામલે પ્રજાસમક્ષ જવું જોઈએ તેવું હાલમાં જોવા મળી રહ્યું નથી. પરિણામે ગુજરાતના મતદારો કોઈ એક પક્ષ પ્રત્યે પોતાનું મન નક્કી કરી શકવામાં નિષ્ફળ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમીડિયા ભલે અવગણે પણ ગુજરાતના રાજકારણમાં મર્દ ભાયડો એટલે હાર્દિક પટેલ એવું જનતા માને છે
Next articleમોદી બોલ્યા, રાજનૈતિક પરિણામ ભોગવવા તૈયાર છું, શું ગુજરાતમાં ભાજપ હારી રહી છે?