Home ગુજરાત મોદીજી ગુજરાતમાં..રાજકોટ, અરવલ્લી-ગાંધીઆશ્રમની લેશે મુલાકાત

મોદીજી ગુજરાતમાં..રાજકોટ, અરવલ્લી-ગાંધીઆશ્રમની લેશે મુલાકાત

994
0

૧૫૦થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક સાથે કે ૧૧ મહિનામાં મોદીની ૧૦મી મુલાકાત
સાબરમતી આશ્રમમાં શાતબ્દી ઉત્સવ, રાજકોટમાં રોડ શો, આજી ડેમે ’સૌની યોજના’નું લોકાર્પણ, નોંધાશે ત્રણ વર્લ્ડ રેકોર્ડઝ, ૫.૬૦ કરોડ ખર્ચાશે
(જી.એન.એસ.),અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખાતે વિવિધ કાર્યક્રમોનું ઉદ્ધાટન અને જાહેરસભા સંબોધશે. રાજકોટ ખાતે મોદીનો રોડ શો રાખવામાં આવ્યો છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે લગભગ ૩૨ કલાક ગુજરાતમાં વિતાવશે.
વડાપ્રધાન મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતને પગલે રાજ્યભરની પોલીસ એલર્ટ છે. પીએમ મોદી રાજકોટ પહેલા અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેનાર છે. સાબરમતી આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવનાર છે.
પીએમ મોદીની મુલાકાતને લઇને શહેરમાં તંત્ર ખડા પગે થઈ ગયું છે. શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરી બંદોબસ્તની ચુસ્તતા ચકાસી હતી. ઉલ્લેખનીય છે કે આ માટે વોટ્‌સએપથી બંદોબસ્ત ફાળવી રિહર્સલ યોજાયું હતું. આ જોતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદ પોલીસ ભવિષ્યમાં પણ સુરક્ષા બંદોબસ્ત માટે વોટ્‌સ-એપ જેવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરનાર છે.
બીજી તરફ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેરમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા કાફલામાં ઁસ્ના ખાસ સુરક્ષા ગાર્ડ ૬૦ જેટલા જીઁય્ના કમાન્ડો ઉપરાંત ત્રણ ૈંય્ઁ રેન્કના અધિકારીઓ હસમુખ પટેલ, રાજકુમાર પાન્ડિયન અને શશિકાંત ત્રિવેદી સુરક્ષા બંદોબસ્તનું સુપરવિઝન કરશે.
પીએમની સુરક્ષાના બંદોબસ્તને જોતા ૨૭ જેટલા ૈંઁજી અધિકારીઓને શહેરમાં જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે ૬૫ ડીવાયએસપી, ૫૦ પીઆઈ, ૫૦૦ પીએસઆઈ અને એસઆરપીની ૧૫ ટીમ નિયુક્ત કરાઈ છે. જેઓ એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો અને કાર્યક્રમના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે
પીએમ મોદી રાજકોટની મુલાકાત ૧૨ કિમી લાંબા રોડ શો દ્વારા યોજશે. તેમજ આજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરને રાજકોટ અને તેની આસપાસના વિસ્તારની પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા માટે વધાવશે. દિવ્યાંગોને વિતરીત કરાશે અનેક જરૂરી સાધનો તેમજ રેસકોર્સ ખાતે મેગા જાહેરસભાને સંબોધીત કરશે. આ સાથે જ પીએમ મોદી ૧૮,૪૩૦ જેટલા દિવ્યાંગોને જુદા જુદા મદદરૂપ થતા સાધનો વહેંચશે. આ કેમ્પ દેશભરમાં અત્યાર સુધીનો સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ બની રહેશે. આ પહેલા કેન્દ્રના દિવ્યાંગોને પગભર કરવા માટે કામ કરતા વિભાગ દ્વારા આવા જ કેમ્પ વારાણસી, નવસારી અને વડોદરા ખાતે યોજવામાં આવ્યા હતા. જ્યાં ક્રમાનુંસાર ૧૦,૦૦૦, ૧૧,૦૦૦ અને ૮,૦૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભ આપવામાં આવ્યા હતા
રાજકોટ ખાતે યોજાનાર આ મેળામાં ૧૮,૪૩૦ લાભાર્થીઓ પૈકી ૧૪,૮૨૮ લાભાર્થીઓને રૂ. ૫.૬૦ કરોડના ખર્ચે જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે. જ્યારે ૫૦૦૦ જેટલા દિવ્યાંગજનને દ્ગૈંઈઁૈંડ્ઢ દ્વારા વિકસાવવામાં આવેલ ્‌ન્સ્ કિટ્‌સનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અન્ય ૩૦૦૦ લાભાર્થીઓને પણ મદદરૂપ સાધનો વહેંચવામાં આવશે. તે ઉપરાંત આ કાર્યક્રમના એક દિવસ પહેલા એક વધુ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ રચાશે જેમાં ૧૫૦૦ જેટલા વ્યક્તિઓ એકસાથે સાઇન લેન્ગવેજ શીખવા માટેના કેમ્પમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. ૨૦૧૭ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫૦થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે અર્બન, રૂરલ તથા ગુજરાતના ચારેય ખૂણે વિશાળ જનમેદની સંબોધી ચૂક્યાં છે. ઓગસ્ટ ૨૦૧૬થી જૂન ૨૦૧૭ એટલે કે ૧૧ મહિનામાં મોદીની આ ૧૦મી મુલાકાત હશે. ત્યારે ૧૧ મહિનાના સરેરાશ ૩૩૦ દિવસ પ્રમાણે જોઇએ તો દર ૩૩માં દિવસે મોદી ગુજરાતમાં હોય છે.
પ્રધાનમંત્રીના બે દિવસના પ્રવાસનો કાર્યક્રમ
૨૯ જૂન
૯ઃ૨૫ – દિલ્હીથી એરફોર્સના વિમાનમાં અમદાવાદ આવવા રવાના થશે.
૧૧ઃ૦૫ – અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
૧૧ઃ૨૦થી ૧ઃ૦૫ – સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
૧ઃ૧૫થી ૨ઃ૫૫ – અમદાવાદ સર્કિટહાઉસ ખાતે લંચ લેશે.
૩ઃ૦૫ – અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા રવાના
૪ઃ૦૦ – રાજકોટ એરપોર્ટ પહોંચશે.
૪ઃ૦૫ – રેસકોર્સ મેદાનમાં દિવ્યાંગના કાર્યક્રમમાં ભાગ લેશે.
૫ઃ૪૦ – આજી ડેમ સાઇટ પર પહોંચશે.
૫ઃ૪૦થી ૫ઃ૫૦ – ઉદ્ધાટન કાર્યક્રમ.
૬ઃ૦૦થી ૭ઃ૦૦ – આજી ડેમ ખાતે જાહેર કાર્યક્રમ
૭ઃ૦૦થી ૮ઃ૦૦ – આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો
૮ઃ૫૫ – અમદાવાદ એરપોર્ટ આવશે
૯ઃ૨૦ – રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિરોકાણ
૩૦ જૂન
૯ઃ૪૦ – ગાંધીનગરથી એરફોર્સના પ્લેનમાં મોડાસા જવા રવાના
૧૦ઃ૩૦ – મોડાસા ઇજનેરી કોલેજમાં કાર્યક્રમ
૧૦ઃ૩૦થી ૧૧ઃ૩૦ – પાણીની યોજનાનું ઉદ્ધાટન
૧૨ઃ૨૫ – રાજભવન ગાંધીનગર પરત ફરશે
૧૨ઃ૩૦થી ૨ઃ૦૦ – રાજભવન લંચ
૨ઃ૧૦થી ૨ઃ૨૫ – ગાંધીનગર ટેક્સટાઇલ ફેરની મુલાકાત

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાપુ છેડા છુટકો કરે , તો ખબર પડે કે કેટલી ટિકીટો બચશે
Next articleશ્રીમદ્‌ રાજચંદ્રજીના નામના સિક્કા અને પોસ્ટલ ટિકિટ બહાર પાડશે પીએમ