Home વ્યાપાર જગત - BUSINESS મેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી...

મેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૭.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૦૭.૯૩ સામે ૫૨૮૫૧.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૭૪.૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૭.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૬.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૨૩૪.૭૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૪.૨૫ સામે ૧૫૭૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૫૧.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૩૧.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો ૭૯ની નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ભારતનું આયાત બિલ જંગી વધી જવાના અને અર્થતંત્ર પર ખાધનું દબાણ વધવાના જોખમને હળવું કરવા કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રયાસમાં આગળ આવી પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર વિન્ડફોલ ટેક્ષ પેટ્રોલ, ડિઝલ, એટીએફ ફયુલની નિકાસ પર લેવી અને સોનાની આયાત પર ટેક્ષ સહિતના મહત્વના નિર્ણયો લેતાં અને આવકના સ્ત્રોત તરીકે સ્થાનિક ક્રુડ ઓઈલના ઉત્પાદન પર સેસ લાગુ કરતાં ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં વેચવાલી જોવા મળી હતી.

મેટલ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આઇટી, ટેક, ઓટો અને હેલ્થકેર શેરોમાં આરંભમાં હેમરીંગ થતાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં તેજી થતાં અને બેંકિંગ -ફાઈનાન્સ શેરોમાં ફંડોની લેવાલી નીકળતાં તેમજ ગત સપ્તાહના અંતે જાહેર થયેલા જૂન મહિનાના જીએસટી કલેકશનમાં ૫૬%ની વૃદ્વિના આંકડાની પોઝિટીવ અસરે બીએસઇ સેન્સેક્સ ઘટાડો પચાવી ૩૨૬.૮૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૭૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૫૨ લાખ કરોડ વધીને રૂ.૨૪૫.૨૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આઇટી, ટેક, ઓટો અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૧ અને વધનારની સંખ્યા ૧૯૭૬ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કિંમતોમાં વધારાને કારણે માંગ તથા ઉત્પાદન પર અસર પડતા દેશનો જુન મહિનાનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. વેપાર આશાવાદ પણ છેલ્લા બે વર્ષમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ માસમાં ૭.૭૯% સાથે ફુગાવો આઠ વર્ષની ઊંચી સપાટીએ રહ્યા બાદ મે માસમાં તે સાધારણ ઘટી ૭.૦૪ રહ્યો હોવા છતાં, નજીકના ગાળામાં ખાસ કોઈ ફેરબદલ જોવા મળતો નથી. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ વધારામાં આક્રમકતા ચાલુ રહેવાની અપેક્ષા છતાં, નજીકના ભવિષ્યમાં ફુગાવામાં મોટો ઘટાડો થવાની શકયતા જણાતી નથી. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે મે માસમાં ૫૪.૬૦ હતો તે જુનમાં ઘટી ૫૩.૯૦ સાથે નવ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહી છે. ભાવના સખત દબાણ, વ્યાજ દરમાં વધારા, રૂપિયામાં નબળાઈ તથા ભૌગોલિકરાજકીય પડકારો વચ્ચે પણ ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. જો કે ફેકટરી ઓર્ડર્સ, ઉત્પાદન, નિકાસ, કાચા માલની ખરીદી તથા રોજગારના આંકડાઓનો વૃદ્ધિ દર મંદ પડયો છે કારણે ઊંચા ફુગાવાને કારણે કલાયન્ટસ તથા વેપારગૃહોએ ખર્ચમાં મર્યાદા રાખી હતી. જુનમાં નવા ઓર્ડર્સ તથા ઉત્પાદનનો વૃદ્ધિ દર ગયા વર્ષના સપ્ટેમ્બર બાદ સૌથી નબળો રહ્યો છે. વેપાર આશાવાદ બે વર્ષ અગાઉ કોરોનાની લહેર શરૂ થવાના સમય બાદ સૌથી નીચી સપાટીએ  રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field