Home ગુજરાત વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના હોદ્દેદારો માટે અભ્યાસ વર્ગનું આયોજન થયું

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના હોદ્દેદારો માટે અભ્યાસ વર્ગનું આયોજન થયું

88
0

(જી.એન.એસ.) , તા.૦૪
અમદાવાદ


વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ અને આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને બી.એ પી.એસ સ્વામિનારાયણ મંદીર મુકામે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના નિયુક્ત થયેલા ગુજરાતભર ના સૌ હોદ્દેદાર મિત્રો માટે અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવેલ.
જેમાં ૨૮ જિલ્લામાંથી ટોટલ ૨૫૦ થી વધુ હોદ્દેદારો એ હાજરી આપી હતી.
જેમાં વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા ના સ્થાયી સમિતિ મેમ્બર શ્રી પ્રકાશ ભાઈ વરમોરા, બી.એ.પી.એસ સંસ્થા માંથી શ્રી સર્વમંગલ સ્વામી, શ્રી બાપુ સ્વામી ઉપસ્થિત રહી ને સૌ યુવાનો ને માર્ગદર્શન અને આશીર્વચન આપેલ.
જેમાં અમૂલ ફેડ – ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ના ચેરમેન શ્રી શામળ ભાઈ પટેલ, મધુર ડેરી ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, દ્વારકાપીઠ વિદ્યાસભા ના ટ્રસ્ટશ્રી ડૉ. રાજેન્દ્ર પંડ્યા (શાસ્ત્રી), ગુજરાત ડોમિસાઈલ પેરેન્ટ્‌સ એસોસિએશન ના પ્રમુખ શ્રી ડૉ. વસંત ભાઈ પટેલ, ઉત્તર ગુજરાત ના જાણીતા ગાયક કલાકાર શ્રી સાગર ભાઈ પટેલ, કેનેડા ઇન્ડિયા એસોસિએશન ના પ્રમુખ અને સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી સૌમિલભાઈ પુરોહીત, સરદાર પટેલ ગ્રુપ જીઁય્ ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પૂર્વીન ભાઈ પટેલ, ગુજરાતી ફીલ્મ ના લેખક અને એકટર શ્રી સંજયભાઈ પ્રજાપતિ ની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ માં જુદી જુદી જવાબદારી પર નિયુક્તિ કરવામાં આવી.
આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબે સૌ યુવાનો ને સંબોધન કરતા જણાવેલ કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની લીડરશીપ હેઠળ, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત ના ભાવ સાથે, સામાજિક સમરસતા ના ઉદેશ્ય થી ગુજરાત ના ખૂણા ખૂણા થી શરુ કરી ને વિશ્વ ના ખૂણે ખૂણ સુધી સંસ્થાનો વ્યાપ વધારી ને ભારતની સૌથી મોટી સંસ્થા બનાવવા માટે સૌએ પ્રયત્નશીલ બનવાનું છે.
આંતરરાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર શ્રી આકાશ પટેલ દ્વારા અભ્યાસ વર્ગ ના વિષય થકી સંસ્થા ની સંગઠન કામગીરી ઉપર પ્રકાશ પાડવામાં આવેલ.
કાર્યક્રમ બાદ સૌ હોદ્દેદાર મિત્રો ડાકોર મંદિરે જઈ ને શ્રી રાજા રણછોડરાય જી ના દર્શન કરેલ અને મંદિરે ધજા ચડાવવામાં આવેલ.
જય ગુજરાત…જય જય ગરવી ગુજરાત

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો…!!
Next articleવડાપ્રધાન મોદી હૈદરાબાદમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન આપ્યું