Home મનોરંજન - Entertainment ટાઈટેનિકની અભિનેત્રી અવતાર ૨ ફિલ્મમાં ખતરનાક અવતારમાં જાેવા મળશે

ટાઈટેનિકની અભિનેત્રી અવતાર ૨ ફિલ્મમાં ખતરનાક અવતારમાં જાેવા મળશે

58
0

(જી.એન.એસ),તા.૦૨
વોશિંગ્ટન
‘અવતાર’ ફિલ્મને દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મની યાદીમાં સામેલ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ચાહકો એક્ટિવ થઈ ગયા છે. હવે પોસ્ટર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘અવતાર ૨’નું ટાઈટલ ‘અવતારઃ ધ વે ઑફ વૉટર’ રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં કેટ વિંસલેટ નાવી યોદ્ધા ‘રોનાલ’ના પાત્રમાં નજર આવનારી છે. પહેલીવાર ચાહકો કેટને એલિયનના અવતારમાં નિહાળશે. ફિલ્મ આ વર્ષે જ ૧૬ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ફિલ્મનો પહેલો લૂક ‘એમ્પાયર મેગેજિન’ના સ્પેશિયલ અવતાર એડિશનના કવર પેજ પર રીલિઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ‘રોનાલ’ બનેલી કેટ વિંસલેટનો લૂક જાેવા મળી રહ્યો છે. એલિયનના રૂપમાં કેટ વિંસલેટ લાંબા દાંત અને મોટી આંખોમાં ખૂબ ડરાવની લાગી રહી છે. પોસ્ટર જાેઈને અંદાજાે લગાવી શકાય છેકે આ સીન ફિલ્મના કોઈ જંગ દરમિયાનનો છે. એમ્પાયર ઓનલાઈન ડૉટ કોમના રિપોર્ટ અનુસાર ફિલ્મમાં કેટ ‘રોનાલ’ મેટકાયના જનજાતિનું નેતૃત્વ કરશે, પેંડોરાના વિશાળ મહાસાગરો પર રાજ કરશે. ફિલ્મમાં કેટ એક મુખ્ય ભૂમિકામાં છે.હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અવતાર ૨’ની ચાહકોને આતુરતાથી રાહ હતી. દુનિયાભરમાં ધમાલ મચાવનારી ફિલ્મ ‘અવતાર’ના સિક્વલને લઈને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે ‘અવતાર ૨’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં ‘ટાઈટેનિક’ ફેમ એક્ટ્રેસ કેટ વિંસલેટનો ખતરનાક લૂક જાેવા મળી રહ્યો છે. કેટ વિંસલેટ ૨૬ વર્ષ બાદ ફરીથી ‘ટાઈટેનિક’ના ડાયરેક્ટર જેમ્સ કેમરુન સાથે ‘અવતાર ૨’માં કામ કરી રહી છે. ‘ટાઈટેનિક’ બાદ બંનેની આ બીજી ફિલ્મ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરુણ ધવન અનીસ બાઝમી સાથે ફિલ્મનું શૂટિંગ કરવા તૈયાર
Next articleમેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો…!!