Home ગુજરાત મેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું, સમગ્ર શહેરને પાણીમાં તરબોળ

મેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું, સમગ્ર શહેરને પાણીમાં તરબોળ

458
0


અમદાવાદ
મોડી રાતથી સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. રાતના 10 વાગ્યે શરૂ થયેલો વરસાદ શનિવારે પણ ચાલુ રહ્યો હતો, આ ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પાણીમાં તરબોળ કર્યું હતું. પશ્ચિમ અને મધ્ય ઝોનમાં એક કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શુક્રવારે રાતે એક કલાકમાં અમદાવાદમાં સરેરાશ 15.02 મીલી મીટર વરસાદ પડ્યો હોવાનું કોર્પોરેશનના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું. અત્યારે પણ વરસાદ ચાલું હોવાથી શહેરીજનોને નોકરીના સ્થળે જવામાં મુશ્કેલી પડી રહી છે અને કેટલાંય વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
ગુરુવારે બપોરે 4 વાગ્યા થી અમદાવાદમાં શરૂ થયેલા વરસાદે મોડી રાતે ખમૈયા કર્યા હતા. ત્યારબાદ શુક્રવારે રાતે 10 વાગ્યે ફરી શરૂ થયેલા વરસાદે અમદાવાદને ઘમરોળી નાખ્યું હતું. નીચાણવાળા સહિતના ઘણા બધા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. જોકે, શુક્રવારે રાતે 10 વાગ્યા પછી ધમધોકાર વરસાદ શરૂ થયો હતો પરંતુ લોકો કામ ધંધેથી ઘરે પહોંચી ગયા હોવાથી વાહન વ્યવહાર ઉપર બહુ ખાસ અસર થઇ હતી.
શહેરમાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. રાતે 3 અને સવારે 2 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેરમાં તમામ અંડરબ્રિજ બંધ કરાયા છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે અમદાવાદ-રાજકોટ સહિત રાજ્યના 10 સ્ટેટ હાઇવે બંધ કરાયા છે, જ્યારે રાજકોટ અમદાવાદની વચ્ચે આવેલ બગોદરા બ્રિજ વરસાદને કારણે તૂટી ગયો છે. હજી ભારે વરસાદની આગાહીને પગલે સીએમ રૂપાણીએ કંટ્રોલરૂમમાં જઇ સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગોતા વસંતનગરમાં ધાબુ સાફ કરવા જતાં ઇલેક્ટ્રિક તારમાં ચોંટી જતાં આધેડનું મોત થયું છે. રતનસિંહ નામના વ્યક્તિનું કરન્ટ લાગતા મોત નિપજ્યું છે. શહેરમાં પાણી ભરાતાં મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે વાસણા ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. નરોડા, બાપુનગર, અમરાઈવાડી, રામોલ, હાટકેશ્વર, રખિયાલ, અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાતે 10 વાગ્યા સુધી પડી રહ્યો છે વરસાદ
મધ્યપ્રદેશઅને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની વકી છે. ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પવન સાથે ભારેથી અતિભારે તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22મી જુલાઇનાં રોજ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતંત્રની પોલ ખૂલી, પ્રજાના 94.51 કરોડ પાણીમાં ધોવાયા 14 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લા મુકાયેલા બોપલ ઓવરબ્રીજમાં ખાડા પડી ગયા..!!
Next articleરાજ્યમાં મેઘો વિફર્યો, ઠેર ઠેર તારાજી, જનજીવન ખોરવાયું