Home ગુજરાત તંત્રની પોલ ખૂલી, પ્રજાના 94.51 કરોડ પાણીમાં ધોવાયા 14 દિવસ પહેલાં જ...

તંત્રની પોલ ખૂલી, પ્રજાના 94.51 કરોડ પાણીમાં ધોવાયા 14 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લા મુકાયેલા બોપલ ઓવરબ્રીજમાં ખાડા પડી ગયા..!!

385
0

અમદાવાદ
અમદાવાદમાં ભારે વરસાદ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોની સ્થિતિ કફોડી થઇ છે. અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના કેટલાંય વિસ્તારોમાં ખાડે-ખાડા પડી ગયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે 14 દિવસ પહેલાં જ મુખ્યમંત્રીસ દ્વારા લોકાર્પણ કરાયેલ બોપલ ઓવરબ્રીજ ઉપર ખાડા પડી ગયા છે.
ગણતરીના દિવસો પહેલાં જ ખુલ્લો મૂકાયેલ ઓવરબ્રીજની સ્થિતિ જોતાં તંત્રની પોલ ખૂલી છે. સરદાર પટેલ રિંગરોડ પરના સૌથી મોટા એવા 1.4 કિલોમીટર લાંબા બોપલ ઓવરબ્રિજ માટે 94.51 કરોડનો ખર્ચ થયો છે, ત્યારે પહેલાં જ ચોમાસામાં બ્રીજની આવી સ્થિતિ થઇ છે.
મીઠાખળી અંડરબ્રીજ એક બાજુથી બેસી જતાં તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતાં શાહીબાગ વિસ્તારમાં ગીરધરનગર બ્રીજ નીચે 25 ફૂટનો ખાડો પડી ગયો હતો, જેમાં રિક્ષા પડી ગઇ હતી. આ રિક્ષાને બહાર કાઢવા આવેલી ફાયરબ્રિગેડની ગાડી પણ ફસાઇ જતાં મદદ માટે અન્ય ત્રણ ફાયરબ્રિગેડની ગાડીને બોલાવવી પડી હતી. શહેરમાં ચાર ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે દરેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અખબારનગર અને ઉસ્માનપુરાના અંડરપાસ બંધ કરી દેવા પડ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે સૌનો ‘એજન્ડા’ રાજ્યસભા!, બાપુ સહિત સૌ તાકાત બતાવવા મેદાનમાં
Next articleમેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું, સમગ્ર શહેરને પાણીમાં તરબોળ