Home દેશ - NATIONAL મુસાફરોની બસ નર્મદા નદી ખાબકતા ૧૩ લોકોના મોત

મુસાફરોની બસ નર્મદા નદી ખાબકતા ૧૩ લોકોના મોત

45
0

(જી.એન.એસ),તા.૧૮
મધ્યપ્રદેશ


ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે ૨૫ ફૂટ નીચેનદીમાં પડી ગઈ હતી.મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી છે. અકસ્માત સવારે ૧૦.૪૫ કલાકે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૦થી વધુ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં ૧૩ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ૧૫ લોકોને બચાવી લેવાયા છે. આવા સમયે, ૨૫ થી ૨૭ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોડ તરફથી આવી રહેલા વાહનનેબચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. બસ પુલની રેલિંગ તોડીને ૨૫ ફૂટ નીચે નદીમાં પડી હતી. આ અકસ્માત ખલઘાટના જૂના પુલ પરથયો હતો. ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહી છે, ડાઇવર્સ બચાવ માટે રોકાયેલા છે.દ્ગડ્ઢઇહ્લની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઈન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરનેઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સવારે ખરગોન-ધાર વચ્ચે સ્થિત ખલઘાટમાં બસ દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે. બસ ખાડીમાં પડીહોવાની માહિતી મળતા જ વહીવટી તંત્રને જલ્દી પહોંચવા સૂચના આપવામાં આવી છે. ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.મુસાફરો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર છે. મુખ્યમંત્રીએ જીડ્ઢઇહ્લને મોકલવા સૂચના આપી છે, આ ઉપરાંત ઘટના સ્થળે જરૂરી સાધનો મોકલવાઅને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આવા સમયે, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ધાર જિલ્લાના ખલઘાટમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. સરકાર અને વહીવટીતંત્રનેબચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા માગ કરી હતી અને લોકોને વહેલી તકે રાહત આપવા જણાવ્યું હતું. આ અકસ્માત આગ્રા-મુંબઈ (છમ્ રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જાેડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી ૮૦કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ(ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નદીમાં પડી રહેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે, જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે પૂણેથી ઈન્દોરજવા રવાના થઈ હતી. ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે ૧૦ મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને ૧૦ઃ૪૫ વાગ્યેનર્મદામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સામેથી રોંગ સાઈડથી આવી રહેલા વાહનને બચાવતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રોકવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. બસમાં ૫૦થીવધુ મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઈન્દોરથી પૂણે જઈ રહેલી મહારાષ્ટ્ર સરકારની એસટી બસધામનોદ નજીક ખલઘાટ ખાતે નર્મદા નદીમાં પડી જવાનો ખૂબ જ દુઃખદ અને દર્દનાક અકસ્માત થયો છે. તમામ જવાબદાર વહીવટીઅધિકારીઓ અને રાહત, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણજાણવા માટે તપાસ કરવામાં આવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ કાશ્મીરના પુંછમાં એલઓસી પાસે ગ્રેનેડ હુમલામાં બે જવાન શહીદ
Next articleવૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!