Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાતે

20
0

(G.N.S) dt. 2

સિંગાપોર

સાણંદમાં સ્થપાનારા માઇક્રોન પ્લાન્ટ અંગે માઇક્રોન ફેસેલિટીના વરિષ્ઠ અગ્રણીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી વિગતો મેળવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે માઇક્રોનના સિંગાપોર સ્થિત એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે શનિવારે સવારે આ પ્લાન્ટમાં પહોંચ્યા હતા અને પ્લાન્ટ વિઝીટ કરી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સમજ આપી હતી.

માઈક્રોન દ્વારા ગુજરાતના સાણંદમાં જે સેમિકંન્‍ડકટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તેના સંદર્ભમાં પણ વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને અને ગુજરાત ડેલિગેશનને વિગતો આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં એકમાત્ર ગુજરાતે પોતાની અલાયદી સેમિકંન્ડક્ટર પોલિસી બનાવી છે તેની વિગતો આ સિંગાપોર પ્લાન્ટ મુલાકાત દરમિયાનની વાતચીતમાં આપી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સેમિકંન્ડક્ટર સહિત ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલિટી જેવા ઉભરતા સેક્ટર્સ પર વિશેષ ઝોક સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાવાની છે તે સંદર્ભમાં માઇક્રોન એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશનની આ મુલાકાત ઉપયુક્ત બનશે.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે હૈદર અને ગુજરાત ડેલીગેશનના સભ્યો આ પ્લાન્ટ મુલાકાતમાં જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન: “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ ૪૮૦થી વધુ કૃષિ ઉદ્યોગ એકમોને મળી રૂ.૩૨૮ કરોડથી વધુની સહાય
Next articleભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના 111મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી