Home ગુજરાત ઉત્તર ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા

112
0

રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી. મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઊભા રહી વાતચીત કરીને લાક્ષણિક સરળતા દર્શાવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે.

તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીશ્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી.

એટલું જ નહિ, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રીશ્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની આવી સાહજીકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજુનાગઢમાં પ્રેમિકા માતા-પિતાને બેભાન કરી પ્રેમી સાથે ભાગી ગઈ, જૂનાગઢ પોલીસ યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Next articleમોરબીમાં હત્યાના કેસના ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી નવ મહીને ઝડપાયો