Home દેશ - NATIONAL મુંબઈ: વર્સોવા બીચ પર જાઓ છો ફરવા? જુઓ છો મોટા પ્રમાણમાં ફીણ..તો...

મુંબઈ: વર્સોવા બીચ પર જાઓ છો ફરવા? જુઓ છો મોટા પ્રમાણમાં ફીણ..તો ખાસ વાંચો આ અહેવાલ

559
0

(જી.એન.એસ), તા.૮
બુધવારે અને ગુરુવારે વર્સોવા બીચ ઉપર દરિયામાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળ્યા હતા અને આ ફીણ જોખમી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. આ ફીણનું નિર્માણ મલાડની ખાડીમાં અંધાધૂંધ ઠાલવવામાં આવતા પ્રક્રિયા કરાયા વિનાના ઔદ્યોગિક કચરાના કારણે થયું હોવાનું નિષ્ણાતોને જણાયું છે. મુંબઈમાં આ પ્રકારનો બનાવ ઘણો અસામાન્ય હોવાનું નિષ્ણાતોનું કહેવું છે અને આ ફીણ મનુષ્ય ઉપરાંત પ્રાણીઓ અને દરિયાઇ સૃષ્ટિ માટે પણ ઘાતક હોવાની ચેતવણી તેમણે આપી છે.
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા મુંબઈ, કેરળ અને આંદામાન-નિકોબાર દ્વિપ નજીકના સમુદ્ર દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જર્મનીના હેલ્મહોલ્ટ્ઝ સેન્ટર ફોર પોલાર એન્ડ મરીન રિસર્ચની આલ્ફ્રેડ વેગનર ઇન્સ્ટિટયૂટના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જણાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વર્સોવા બીચ ઉપર આવતા દરિયાના મોજામાં વિચિત્ર પ્રકારનું ફીણ જોવા મળી રહ્યું છે જે કિનારા ઉપર જમા થઇ રહ્યું છે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ(સ્સ્મ્)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર મલાડ ખાડીમાં ઘણી ઇન્ડસ્ટ્રી પ્રક્રિયા કર્યા વિનાનો કચરો ઠાલવે છે. એ ઉપરાંત અહીં આવેલી ઝૂંપડપટ્ટીઓમાંથી પણ ખાડીમાં કચરો ઠાલવવામાં આવતો હોય છે. આ પ્રદૂષકોના કારણે વર્સોવા બીચ ઉપર આ પ્રકારનું ફીણ જમા થઇ રહ્યું છે.
આનાથી એક જ બાબત સ્પષ્ટ થાય છે કે પાલિકા તરફથી સૌથી પાયાની સિવેજ ટ્રીટમેન્ટ પણ કરવામાં નથી આવતી. અહીં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(જી્ઁ) બેસાડવાની તાત્કાલિક જરૂરિયાત છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ફીણ ખતરનાક છે અને તેમાં એવા હાનિકારક તત્ત્વો છે જે માત્ર સ્થાનિક રહેવાસીઓને જ નહીં, પરંતુ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે પણ ખતરનાક પુરવાર થઇ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપહેલીવાર બન્યું: દેશની ચાર મોટી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે મહિલાઓ
Next articleISISના હેકરોએ જાહેર કર્યું હિટ લિસ્ટ, ટ્રમ્પ સહિત 8,786 અમેરિકન્સને ધમકી