Home દુનિયા - WORLD ISISના હેકરોએ જાહેર કર્યું હિટ લિસ્ટ, ટ્રમ્પ સહિત 8,786 અમેરિકન્સને ધમકી

ISISના હેકરોએ જાહેર કર્યું હિટ લિસ્ટ, ટ્રમ્પ સહિત 8,786 અમેરિકન્સને ધમકી

430
0

(જી.એન.એસ), તા.૮
વોશિંગ્ટનઃ
ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હેકરોએ 8,700થી વધુ લોકોનું હિટ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં મોટા ભાગના બ્રિટન અને અમેરિકાના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આતંકીઓને લોનવોલ્ફ હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ISISના હેકરોનું આ ગ્રૂપ યુનાઈટેડ સાઈબર ખલીફા (યુસીસી) તરીકે ઓળખાય છે. વીડિયોમાં હેકરોએ આદેશ આપ્યો કે હિટ લિસ્ટમાં સામેલ લોકો જ્યાં પણ તમને મળે તેને મારી નાખો. છ મિનિટથી ઓછા સમયના આ વીડિયોની શરૂઆત અમેરિકાને ધમકીથી થાય છે. સ્ક્રીન પર લખાયેલું આવે કે અમારી પાસે અમેરિકન્સ લોકો અને સૌથી મહત્વના તમારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સંદેશ છે.
ખાનગી મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ISISએ પહેલા હિટ લિસ્ટની જાહેરાત કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. આતંકવાદી સંગઠન પર નજર રાખતા SITI ગ્રૂપ પ્રમાણે અંદાજે 10 મિનિટ બાદ હેકરોએ 8,786 લોકોના નામ અને સરનામાનું લિસ્ટ જાહેર કરી. આ લિસ્ટમાં અમેરિકા અને બ્રિટનના જાણીતા વ્યક્તિઓના નામ અને સરનામા હતા.
SITIના સાઈબર વિભાગમાં એક સૂત્રના હવાલેથી કહેવામાં આવ્યું કે 7,000થી વઝધુ નામ અમેરિકન નાગરિકોના જ છે. સંદેશમાં કહેવામાં આવ્યું કે જાણો જ છો કે અમે તમારી સામે યુદ્ધ ચાલુ જ રાખીશું, અમે જવાબી હુમલા મજબૂત કરીશું, યુસીસી તમારી સામે જંગમાં આ પ્રથમ પગલું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈ: વર્સોવા બીચ પર જાઓ છો ફરવા? જુઓ છો મોટા પ્રમાણમાં ફીણ..તો ખાસ વાંચો આ અહેવાલ
Next article‘યોગી સરકારે ભેદભાવ કર્યો, સૌની કરવી હતી લોન માફી’- બુંદેલખંડના ખેડૂતો