Home દેશ - NATIONAL પહેલીવાર બન્યું: દેશની ચાર મોટી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે મહિલાઓ

પહેલીવાર બન્યું: દેશની ચાર મોટી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે મહિલાઓ

369
0

(જી.એન.એસ), તા.૮
ન્યાયિક સેવામાં મોટાભાગે ઉચ્ચ પદો પર જ્યાં પુરુષોનું સામ્રાજ્ય છે ત્યાં પહેલીવાર એવો સંયોગ બન્યો છે કે જે લોકોને ચોંકાવી દેશે. દેશમાં પહેલીવાર ચાર મોટા અને સૌથી જૂની હાઈકોર્ટ્સ બોમ્બે, મદ્રાસ, કોલકાતા અને દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે મહિલાઓ બિરાજમાન થઈ છે.
મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ઈન્દિરા બેનર્જીની નિયુક્તિ કરવાની સાથે સાથે જ દેશની મહિલાઓના નામ ઈતિહાસમાં નોંધાઈ ગયા છે. આ ચારે હાઈ કોર્ટની સ્થાપના ઔપનિવેશક સત્તા દરમિયાન થઈ હતી. મુખ્ય ન્યાયાધિશ થઈને મદ્રાસ હાઈકોર્ટમાં કુલ 6 મહિલા જજ છે જ્યારે 53 પુરુષ જજ છે.
આ બાજુ બોમ્બે હાઈકોર્ટમાં દેશની અન્ય હાઈકોર્ટ કરતા વધુ મહિલાઓ છે. અહીં 61 પુરુષ જજ છે તો 11 મહિલા જજ છે. ચીફ જસ્ટિસ મંજૂલા ચેલ્લુર બાદ બોમ્બ હાઈકોર્ટમાં નંબર બેની જગ્યાએ પણ એક મહિલા જસ્ટિસ વી એમ તાહિલરામની છે. પોતાના અનેક મોટા ફેસલાઓને લઈને પ્રખ્યાત દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.રોહિણી આ પદ પર એપ્રિલ 2014થી છે. દિલ્હી હાઈકોર્ટમાં મહિલાઓ જજોની સંખ્યા 9 છે જ્યારે પુરુષ જજોની સંખ્યા 35 છે. અહીં પણ નંબર બેની પોઝિશન પર મહિલા જજ જસ્ટિસ ગીતા મિત્તલ છે.
કોલકાતા હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ નિશિતા નિર્મલ આ પદ પર પહેલી ડિસેમ્બર 2016થી છે. પરંતુ આ હાઈકોર્ટમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. અહીં ફક્ત ચાર મહિલા જજો જ્યારે પુરુષ જજોની સંખ્યા 35 છે. દેશની હાલની સ્થિતિની વાત કરીએ તો દેશભરમાં 24 હાઈકોર્ટના 632 જજોમાં ફક્ત 68 મહિલાઓ છે. 28 જજોવાળી સુપ્રીમ કોર્ટમાં પણ ફક્ત એક જ મહિલા જજ જસ્ટિસ આર.ભાનુમતિ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલાઓની છેડતી માટે ફિલ્મો જવાબદારઃ મેનકા ગાંધી
Next articleમુંબઈ: વર્સોવા બીચ પર જાઓ છો ફરવા? જુઓ છો મોટા પ્રમાણમાં ફીણ..તો ખાસ વાંચો આ અહેવાલ