Home દેશ - NATIONAL મુંબઈ આગ: ‘ઓલ વુમન લાસ્ટ નાઈટ’ થીમ પર બર્થ-ડે ઉજવતી ખૂશ્બુએ ગુમાવ્યો...

મુંબઈ આગ: ‘ઓલ વુમન લાસ્ટ નાઈટ’ થીમ પર બર્થ-ડે ઉજવતી ખૂશ્બુએ ગુમાવ્યો જીવ

453
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
કમલા હિલ્સ કમ્પાઉન્ડના લંડન ટેક્સી બારમાં શુક્રવારે 28 વર્ષની ખુશ્બૂ મહેતા તેના પરિવાર સાથે 29મો જન્મ દિવસ ઉજવી રહી હતી. પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે આજ તેનો મૃત્યુ દિવસ બનશે. આ ઘટનામાં ખુશ્બૂ અને તેનો જન્મ દિવસ મનાવવા આવેલા મિત્રોએ તેમના જીવ ગુમાવ્યા છે. બારમાં લાગેલી આગના કારણે કુલ 15 લોકોના જીવ ગયા છે. શુક્રવારે રાતે 12.30 વાગે સેનાપતિ માર્ગ પર આવેલી ચાર માળની બિલ્ડિંગના ત્રીજા ફ્લોર પર આ આગ લાગી હતી. ત્યાર પછી આગ પબ અને રેસ્ટોરાંમાં ચારેય બાજુ ફેલાઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમણે ખુશ્બૂ મહેતા તેના મિત્રો અને પરિવાર સાથે જન્મ દિવસ ઉજવી રહી હતી. મોજોસ લોન્જમાં ‘ઓલ વુમન લાસ્ટ નાઈટ’ થીમ પર પાર્ટી હતી. તેથી પબમાં મહિલાઓની સંખ્યા પણ વધારે હતી. ઘટના સમયે ખુશ્બૂ મિત્રો સાથે રેસ્ટોરાં પબના ટેરેસ પર ડાન્સ કરવામાં વ્યસ્ત હતી. ત્યારે જ અચાનક આગ લાગી ગઈ. કઈ સમજી શકાય અને પોતાનો જીવ બચાવી શકાય તે પહેલાં તો આગ ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી.
ખુશ્બુના દાદાએ પીડા વ્યક્ત કરતા કહ્યું છે કે, આજે મારી પૌત્રીનો જન્મદિવસ હતો અને તે આગમાં ભડથું થઈ ગઈ. હોટલમાં આગ ઓલવવા માટેના કોઈ સાધનો નહતા કે ઈમરજન્સીમાં પણ બહાર નીકળવા માટેના કોઈ રસ્તો પણ નહતો. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા પણ તુરંત કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંતરિક અગ્નિ ઠારવા પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે રૂપાણી સરકાર…?
Next articleફોઈ-કાકા અને બત્રીજાની રાજકીય હિલચાલ મોદી-શાહ માટે નવી ચેલેન્જ?