Home ગુજરાત ફોઈ-કાકા અને બત્રીજાની રાજકીય હિલચાલ મોદી-શાહ માટે નવી ચેલેન્જ?

ફોઈ-કાકા અને બત્રીજાની રાજકીય હિલચાલ મોદી-શાહ માટે નવી ચેલેન્જ?

1167
0

-પાટીદાર ધારાસભ્યો આનંદીબેન સાથે બેઠક યોજી, હાર્દિકની ચિંતન શિબિરમાં ભાજપના પાટીદાર અસંતુષ્ટોનું “આવો સાથ ચલે”??
-ભાજપના 15 થી 20 ધાસાસભ્યોની એક ધરી રચાઈ રહી હોવાનો નિર્દેશ, રૂપાણી સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે
(જી.એન.એસ.) ગાંધીનગર,તા.30
ભાજપની નવી અને છઠ્ઠી સરકારમાં ભાજપના હાઈકમાન્ડે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય તેવી ભયાનક રાજકીય ઘટનાઓ આકાર લઈ રહી છે. ભાજપ માટે પડકારરૃપ પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર નીતિન પટેલને ખાતાઓની વહેંચણીમાં દેખીતો અન્યા ભાજપને ભારે પડી રહ્યો છે. નીતિન પટેલે ખૂલ્લેઆમ ભાજપ હાઈકમાન્ડને કહી દીધું કે મારા લઈ લેવાયેલા ખાતાઓ પાછા નહીં મે તો રાજીનામું નક્કી છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુલાકાત કરી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલની ચિંતન શિબીરમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓના સમર્થકો ભાગ લેવા પહોંચ્યા હોવાના અહેવાલથી અને ભાજપના અંદાજે 15 થી 20 ધારાસભ્યોની એક ધરી રચાઈ રહી હોવાની ગતિવિધિથી હાર્દિકના ફોઈ-કાકા અને ખુદ હાર્દિક(ભત્રીજો) મોદી-શાહની જોડીને પડકારરૃપ બને તો નવાઈ નહીં એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નવી સરકારમાં કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ટેકેદારોને મહત્ત્વ મળ્યું નછી. સૌથી વધુ મતોની સરસાઈથી ઘાટલોડિયાથી જીતેલા તેમના સમર્થક ભૂપેન્દ્ર પટેલને મંત્રી-મંડળમાં સ્થાન મળ્યું નથી. વડોદરામાં ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી,યોગેશ પટેલ સહિત તમામ ધારાસભ્યો નારાજ છે અને યોગેશ પટેલનો આનંદીન પટેલ સાથે મુલાકાત યોજીને મંત્રણા પણ કરી છે. અધૂરામાં પૂરું હાર્દિક સામે ભાજપ વતી બાથ ભીડનાર નીતિન પટેલ કે જેમણે હાર્દિકને એમ કહ્યું હતું કે તારા જેવા ઘણાંને મેં રસ્તા દેખાડી દીધા છે અને ચૂંટણી પછી હાર્દિકનું ક્યાંય ખોવાઈ જઈશ એવી ચીમકી આપનાર નીતિન પટેલને આજે ભાજપમાં ઘરનો રસ્તો દેખાડવાનો અને ખોઈ નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સૂત્રો માની રહ્યા છે. ભાજપમાં જ્યારે હાર્દિક પટેલની સામે સૌની બોલતી બંધ થઈ ગઈ હતી ત્યારે એકલા નીતિન પટેલે અસલી પાટીદાર ભાયડાની જેમ તેનો સામનો કર્યો અને નવી સરકારમાં તેમની પાસેથી મહત્વના ખાતાઓ છીનવી લઈને તેમની પાંખો કાપવાના કારણે નીતિન પટેલની નારાજગી મંત્રીમંડળની પ્રથમ બેઠકથી જ બહાર આવી ગઈ હતી. એટલું જ નહીં તેમણે જાહેરમાં કહ્યું કે મારા અગાઉના ખાતા પાછા આપો તો જ કામે ચઢું નહીંતર મારું રાજીનામું આવશે. તેમની આ ચિમકીથી ભાજપની નેતાગિરીમાં મોબાઈલ ફોનથી બેટરી ઉતરી જાય એટલી મંત્રણા શરું થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ કહ્યું કે ભાજપના અસંતુષ્ટોમાં હવે નીતિન પટેલ ઉમેરાતા પાટીદાર ધારાસભ્યો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મધ્ય ગુજરાતના એક સિનિયર ધારાસભ્ય કે જેઓ પોતાની સાથે અન્ય પાંચ ધારાસભ્યો હોવાનો દાવો કરે છે તે અને વડોદરાના અસંતુષ્ટોની એક નવી અસંતોષની ધરી રચાઈ રહી છે. દરમ્યાન બોટાદમાં હાર્દિક પટેલ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં ભાજપના અસંતુષ્ટ પાટીદાર નેતાઓએ પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં મોકલીને હાર્દિકને મજબૂત કરવાના પ્રયાસો કર્યા હોવાની રાજકીય ક્ષેત્રે શિયાળાની ઠંડીમાં ગરમાગરમ રીતે ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોએ વધુમાં કહ્યું કે ખુદ ભાજપ હાઈકમાન્ડે એવી આશા નહોતી કે ખાતાઓની વહેંચણીથી આટલી મોટી નારાજગી બહાર આવશે. નીતિન પટેલ મહત્ત્વના ખાતાઓ મેળવવા માટે એવી દલીલ કરી રહ્યા છે કે કે ભોગ અમે આપીએ આંદોલનકારીઓ સામે લડવા અમને આગળ કરવામાં આવે અને નંબર-ટુ મુજબ જે ખાતાઓ મોભો અને પ્રતિષ્ઠા મુજબ મળવા જોઈએ તે નહીં આપીને અમારે લોલીપોપ ચૂસવાની? ભાજપના કેટલાક પાટીદાર ધારાસભ્યો નીતિન પટેલને આ મુદ્દે ટેકો આપી રહ્યા છે. ભાજપમાં આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનને કારણે સત્તા ગુમાવવી પડી તે હકીકત છે અને નવી સરકારમાં તેમના ટેકેદારોનો પણ સમાવેશ કરાયો નથી. આમ એમ ચર્ચાઈ રહ્યું છે કે હાર્દિક જેમને ફોઈ કહે છે તે આનંદીબેન પટેલ,કાકા નીતિન પટેલ અને તેમના ભત્રીજા ખુદ હાર્દિક પટેલ એક થઈને ભાજપની નવી સરકાર અને કહીં પે નિગાહેં,કહીં પે નિશાનાની જેમ ભાજપ હાઈકમાન્ડ(મોદી-શાહની જોડી)ને સીધો પડકાર આપવાનો પ્રયાસ તો કરી રહ્યા નથી ને? એવા પ્રશ્નો પણ ભાજપ અને રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે. ભાજપના 22 વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું કે શપથવિધિના ત્રણ દિવસ બાદ ખાતાઓની વહેંચણી થઈ અને તેમાં પણ ડખ્ખો બહાર આવ્યો છે ત્યારે કંઈક નવી જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું સૂત્રોનું માનવું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈ આગ: ‘ઓલ વુમન લાસ્ટ નાઈટ’ થીમ પર બર્થ-ડે ઉજવતી ખૂશ્બુએ ગુમાવ્યો જીવ
Next articleકોંગી નેતા અહેમદ પટેલ અને પરિવાર વિરૂદ્ધ EDની તપાસના ભણકારા