Home હર્ષદ કામદાર મીડિયાના ખભે બંદુક ક્યાં સુધી ફોડ્યા કરશે કોંગ્રેસ…?

મીડિયાના ખભે બંદુક ક્યાં સુધી ફોડ્યા કરશે કોંગ્રેસ…?

623
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર), તા.25
એક સમય હતો કે વિરોધ પક્ષ સરકારની ગેરરીતિ-કૌભાંડ વગેરે શોધીને મીડિયાને તેની સનસનીખેજ માહિતી આપતા હતા. પરંતુ છેલ્લા ૫ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે એવો કોઈ તીર મારવાને બદલે મીડીયાએ પોતાની રીતે મેહનત કરીને સરકાર ની નબળી કામગીરી કે ગેરરીતિ કૌભાંડ ની માહિતી પ્રસિદ્ધ કરી હોય તે માહિતી ને આગળ કરીને સરકારનો જવાબ માંગ્યો છે. ગુજરાતમાં પણ ચોકીદાર ના પગાર અંગે હાઈકોર્ટ ના એક જજમેન્ટ ની માહિતી છેલ્લા ૪ દિવસથી સોશ્યલ મીડિયામાં ફર્યા બાદ કોંગ્રેસને જાણે કે યાદ આવ્યુ હોય તેમ તેની અખબારી યાદી બનાવીને મીડિયાને મોકલીને સરકારના છોતરાં કાઢી નાખ્યા નો ભાવ બતાવીને મૂછે તાવ આપે છે. રાષ્ટ્રીય સ્તરે કારવાં નામના એક સામયિક દ્વારા ભાજપના યેદુરપ્પા ની ડાયરી કૌભાંડ ની કથિત વિગતો છાપીને સનસનાટી મચાવી પછી કોંગ્રેસ તેને આગળ કરીને સરકારનો જવાબ માંગે છે…! સરકારને ભારે મુશ્કેલીમાં મુકવામાં કોંગ્રેસ ની કોઈ કપરી કામગીરી ના દાખલા દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે તેમ નથી. જાણે કે કોંગ્રેસ ને એંઠું ખાવાની કુટેવ પડી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો રાફેલ વિમાન સૌદા ની કેટલીક ગોપનીય માહિતી હિંદુ અખબારે જાહેર કરી ત્યારે તેનો આધાર બનાવીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ કેરેવાન કે કારવાં નામના સામયિકે બોમ્બે હાઈકોર્ટ ના જસ્ટીસ લોયા ના ડેથ અંગે માહિતી છાપી ત્યારે તેનો આધાર લઈને રાહુલ ગાંધી અને તેમના નેતાઓએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.
કર્ણાટક ના પુર્વ સીએમ બી.એસ. યેદુરપ્પાએ ભાજપ ને અને નરેન્દ્ર મોદી સહિતના કેટલાક નેતાઓને મળીને 1800 કરોડ આપ્યા તેનો ધડાકો કારવાં સામયિકે કર્યો તે પછી રાહુલે આરોપ મુક્યા હતા. કોંગ્રેસે વર્ષો સુધી સરકારો ચલાવી અને સરકારી તંત્રમાં ક્યાં શું કેવું ખોટું ચાલે છે તે બરાબર જાણે છે. છતાં કોંગ્રેસ દ્વારા સરકાર માંથી એવી કોઈ માહિતી લઈને મીડિયાને આપવામાં આવી નથી કે લોકોને એમ લાગે કે કોંગ્રેસે જબરું કામ કર્યું…! લોયા હોય, રાફેલ હોય કે યેદુરપ્પા ડાયરી કાંડ હોય આ બધાની માહિતી સૌથી પહેલા મીડીયાએ આપી તે પછી કોંગ્રેસે એંઠું ખાતા હોય તેમ તેની માહિતી ની બંદુક મીડિયા ના ખભે આરોપો ની બંદુક મુકીને ફોડવાનો પ્રયાસ કર્યો છે. પણ કોંગ્રેસ નું પોતાનું શું એવો સવાલ કરીને રાજકીય નિરીક્ષકો કહે છે કે સરકાર ની નસેનસ જાણનાર ને સરકાર માં કાઈ ખોટું થયાની માહિતી ના મળે અને પત્રકારો જાનના જોખમે માહિતી લઈને છાપે પછી કોંગ્રેસીઓ જાણે ધાડ પાડી હોય તેમ હાથમાં કેટલાક કાગળિયાં બતાવીને મીડિયા માં પ્રસિદ્ધ લઇ જતા પ્રજાએ પાચ વર્ષ જોયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજવાહરનો વાણી-વિલાસ…રૂપાણીજી તમારા મંત્રીને શીખવાડો કે..બાપ કોને કહેવાય
Next articleરાજનીતિ અને ગ્લેમરસ :–ગરજાઉ કજોડું