Home ગુજરાત જવાહરનો વાણી-વિલાસ…રૂપાણીજી તમારા મંત્રીને શીખવાડો કે..બાપ કોને કહેવાય

જવાહરનો વાણી-વિલાસ…રૂપાણીજી તમારા મંત્રીને શીખવાડો કે..બાપ કોને કહેવાય

880
0

(જી.એન.એસ.,હર્ષદ કામદાર) તા.23

કહેવત છે કે ધોળીયા સાથે કાળીયાને બાંધો તો વાન ના આવે પણ સાન તો આવે. આવી જ હાલત કોંગ્રેસમાં ઓછા બોલા,મિતભાષી ગણાતા કોંગ્રેસમાં ધારાસભ્ય પદે ચૂંટાઇને ભાજપમાં જોડાયા અને સીધુ જ મંત્રી પદ મળી ગયું તે સાથે જ સત્તાનો મદ પણ ચડી ગયો. જેમના પિતા પણ ધારાસભ્ય હતા અને તેમનું સુવાસ પણ ચારે તરફ ફેલાયેલી હતી. પ્રજા અને પત્રકારોને હર હંમેશ પ્રશ્નોના સરળતાથી જવાબ આપીને લોકપ્રિય બનેલા અને આ તેમના સુપુત્ર તેમના પિતાની લોકપ્રિયતાને કારણે ધારાસભ્ય તરીકે માણાવદરમાંથી કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઇને આવ્યા હતા. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તો દરેક સાથે પ્રેમથી વાતો કરતા હતા અને પત્રકારોને તો શાંતિથી જવાબો આપતા અને તે પણ હસતા ચહેરે. અને આ કારણે તેમની આગવી છાપ ઊભી થઇ હતી. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારે તેમને જાહેરમાં કહ્યું હતું કે મને કોંગ્રેસમાં કોઇ તકલીફ ના હતી. કે કોઇની સાથે વાંધો ન હતો. અને આખરે તેમનું પોત જાહેરમાં પ્રકાશ્યું. ત્યારે લાગ્યું કે જવાહર ચાવડા મંત્રી બન્યા પછી ઘમંડમાં રાચવા સાથે જાણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હોય તે રીતે લોકો સાથે વાણી-વ્યવહારમાં વર્તન કરવા લાગ્યા. દરમ્યાન પત્રકારો તેમને મળતા રહેતા અને મોટાભાગના એક સવાલ કરતા રહેતા કે તમે ભાજપમાં કેમ ગયા..? શું લોકો સાથે વિશ્વાસઘાત નથી..? વગેરે વગેરે સવાલ કરતા રહેતા હતા.
દરમ્યાન એક જાહેર કાર્યક્રમમાં તેમને પોતાનો બખાળો વ્યક્ત કર્યો હતો. જવાહર ચાવડાએ પોતાનું મંતવ્ય રજુ કરતા સમયે ગુસ્સા સાથે કહ્યું કે પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે કોંગ્રેસમાંથી ભાજપમાં શા માટે ગયા…શું વાંધો હતો ત્યારે અરે ભાઇ વાંધો તારા બાપને હતો જ ને…કહીને બળાપો કાઢ્યો હતો ત્યારે લાગ્યું કે કોંગ્રેસમાં જે જવાહર ચાવડા હતા તે ભાજપમાં આવતા અને મંત્રી બનતા હવામાં ઉડવા લાગ્યા છે. તે સાથે તેમની વાણી પણ બદલાઇ ગઇ છે. પોતે જાણે ભાજપમાં સર્વેસર્વા છે અને રાષ્ટ્રીય પ્રમુખ હોય તે રીતે વાણી-વર્તન કરવા લાગ્યા છે ત્યારે લોકોમાં એવા સવાલ ઉદ્‌ભવવા પામ્યા છે કે તેઓ તેમને મળેલા સંસ્કાર લજવી રહ્યા છે તેઓ માણાવદરમાં મળેલા સંસ્કારો ભૂલી માણાવદરની સાથે ભાજપનું નામ પણ લજવી રહ્યા છે. પણ હવે લોકોમનાં પણ ગણગણાટ થવા લાગ્યો છે કે લાલો લાભ વગર…
એક કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખાસ્સી ટીકા થઈ છે. ઘણા વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે બાપ કોને કહેવાય એ એમને શીખવું જોઈએ, પછી બોલવું જોઈએ.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના પત્રકારોનું માનવું છે કે, આ રીતે જાહેર કાર્યક્રમમાં પત્રકારો વિરુદ્ધ ટિપ્પણી કરી પ્રજા પાસે તાળી પડાવવી એ યોગ્ય નથી અને એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડાને આ શોભતું નથી. એક પત્રકાર તરીકે અમારુ માનવું છે આ મામલે તેમને તમામ પત્રકારોની માફી માંગવી જોઈએ. એટલું જ નહીં, જવાહર આ મામલે પત્રકારોની માફી ન માગે ત્યાં સુધી તેમનું કોઈ પણ પ્રકારનું કવરેજ કરવું જોઈએ નહીં અને રૂપાણી સરકારને પણ આ મામલે પત્રકારોએ મજબૂર કરવી જોઈએ.
જવાહરની હવા નીકળી ગઈ, ફોન નો રિપ્લાય…
આમેય ન દીઠાનું દીઠે એટલે માણસ મદમાં આવી જતો હોય છે અને કદાચ આ કારણથી જ જવાહરે પત્રકારો વિશે આવી ટિપ્પણીઓ કરી હોય. પરંતુ હવે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની હવા નીકળી ગઈ છે. કારણ કે જવાહરનો જી.એન.એસે સંપર્ક કર્યો હતો પરંતુ તેમના ફોન પર પહેલા ખાલી રીંગ જતી હતી પરંતુ ત્યાર બાદ જવાહર ચાવડાએ એક વીડિયો રિલિઝ કર્યો હતો અને તેમાં દલીલ કરી હતી કે, આ તો સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં બાપ શબ્દનો પ્રયોગ થાય છે એટલે તેમણે કર્યો હતો. ત્યાર બાદ જીએનએસના એડીટર પર તેમનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાની તરફેણ માં જણાવ્યુ હતું કે મેં આ કાર્યક્રમમાં 19 મિનિટ સુધી સારી અને પોઝિટિવ વાતો કરી તેનું પત્રકારોએ રિપોર્ટિંગ કરવું જોઈએ, નહીં કે ચાર સેકન્ડની નબળી વાતોનું. આમ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે જવાહર ચાવડાએ ટિપિકલ ભાજપી નેતાઓની જેમ પત્રકારોને રિપોર્ટિંગ શીખવવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે તેના મળતિયાઓ પણ ગોળ-ગોળ જવાબ આપી રહ્યાં હતાં. જેને લઈને સમગ્ર મામલો ગરમાયો છે. આ મામલે રાજ્યની રૂપાણી સરકારની પણ ખાસ્સી બદનામી થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમારા બાપ થવાનો શોખ રાખતા નહીં, પત્રકારોના બાપ થવાનો પ્રયત્ન કરનારની સત્તા જતી જોઈ છે
Next articleમીડિયાના ખભે બંદુક ક્યાં સુધી ફોડ્યા કરશે કોંગ્રેસ…?