Home ગુજરાત મહેસુલ કર્મચારીઓ ફરી મેદાનમાં: સરકાર સામે ચડાવી બાંયો,

મહેસુલ કર્મચારીઓ ફરી મેદાનમાં: સરકાર સામે ચડાવી બાંયો,

331
0

(જી.એન.એસ કાર્તિક જાની) તા.૨૬

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મહેસુલ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને સરકારને રજુઆત કરી રહયા છે. છતાં પણ સરકાર દ્વારા કોઈ પોઝીટીવ વલણ નહીં દાખવતા આજે મહેસુલ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા અને સરકાર સામે બાયો ચડાવી. મહેસુલ કર્મચારીઓના બદલી,બઢતી,તેમજ પગાર વિસંગતા જેવી બીજી ઘણી માંગણીઓ સરકાર સામે મૂકી છે. પરંતુ સરકાર પણ બહેરી બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે અગાઉ ઘણી બધી વખત રજુઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.અગાઉ પણ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ હાજર નહીં હોવાથી ભપેન્દ્રસિંહ ચુડાસમા ને આવદેન પત્ર આપવામાં આવ્યુ હતું.મહેસુલ કર્મચારીઓ હડતાળ ઉપર જવાથી ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.મહેસુલ મંડળના પ્રમુખે જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી અમારી માંગો માટે લડી રહયા છે પરંતુ સરકાર તરફથી કોઈ પોઝીટીવ વલણ નહીં દાખવતા અમારે ના છૂટકે આજે માસ સી.એલ ઉપર જવું પડ્યું છે.ત્યારે સવાલ એ છે કે સરકાર દ્વારા કેમ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી..? શુ સરકાર એવું ઈચ્છે છે કે મહેસુલ કર્મચારીઓ હડતાળ કરે એટલ લોકો હેરાન થાય..? મહેસુલ કર્મચારીના પ્રમુખે વધુ જણાવતા કહ્યું કે રાજ્યના નાયબ મામલતદારોની 24ooની જગ્યા ખાલી છે આવા મુદ્દાઓ સાથે અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ના થતા આજે તમામ જિલ્લા મથકોએ માસ.સી.એલ નો કાર્યક્રમ રાખ્યો છે.આ પહેલા તા.19 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વર્ક ટુ રુલનો કાર્યક્રમ આપ્યો હતો.અને આજે તા.26ના રોજ માસ.સી.એલ અને જિલ્લા કચેરીએ સુત્રોચાર કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જો હજુ સરકાર આમારી માંગો નહીં સ્વીકારે તો તા.29 ઓગસ્ટના રોજ અચોક્ક્સ મુદ્દતની હડતાળ શરૂ કરાશે..હવે જોવાનું એ રહ્યું કે સરકાર મહેસુલ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારશે..? કે પછી હજુ કલેકટર ઓફીસ આવનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડશે..? શુ સરકારને લોકોને પડતી હલાકીની ચિંતા થશે..? કે પછી આ સરકારમાં હજુ હાલાકી ભોગવવી જ પડશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિજ્ઞાનજાથાએ લાલ આંખ કરતા ઢબુંડી માતાજીના નામે ચાલતો ગોરખધંધો ઠપ્પ..
Next articleઢબુંડીનાં ગોરખધંધામાં ડે.કલેકટર પણ સામેલ..? આખરે ધનજી ઓડ ફરાર