Home દેશ - NATIONAL મહિલાઓની છેડતી માટે ફિલ્મો જવાબદારઃ મેનકા ગાંધી

મહિલાઓની છેડતી માટે ફિલ્મો જવાબદારઃ મેનકા ગાંધી

308
0

(જી.એન.એસ), તા.૮
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ યુવતીઓ અને મહિલાઓ સાથે થતા છેડતીના બનાવો અને હિંસાની ઘટનાઓ માટે બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે ફિલ્મોમાં રોમાન્સની શરૂઆત જ છેડતીથી થાય છે. યુવક અને તેના મિત્રો યુવતીની આજુબાજુ ફર્યા કરે છે. તેની આગળ પાછળ ચાલે છે. તેને ગાળો બોલે છે અને તેને સ્પર્શ કરે છે. આખરે યુવતી તે યુવકના પ્રેમમાં પડી જાય છે. મેનકા ગાંધીએ કહ્યું કે આ બધુ જોઈને યુવકો તેમાંથી પ્રેરણા લે છે. ગોવા ફેસ્ટ 2017માં શુક્રવારે તેમણે આ વાત જણાવી હતી.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ફિલ્મમેકરો અને જાહેરાતો બનાવનારા લોકોને અપીલ કરી કે તેઓ મહિલાઓની સારી છબી દર્શાવે. મેનકા ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રકારે પ્રતિભાવ આપી રહ્યાં છે. અનેક લોકોએ આ નિવેદનની ટીકા કરી છે. કેટલાકે રમૂજ વૃત્તિમાં કહ્યું કે હવે ફિલ્મો ઉપર પણ પ્રતિબંધ મૂકી દો.
અત્રે જણાવવાનું કે મેનકા ગાંધીએ આ અગાઉ હોસ્પિટલોમાં સિઝેરિયન ડિલિવરીની જે રીતે હોડ મચી છે તેની સામે મોરચો માંડ્યો હતો. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાને પત્ર લખીને હોસ્પિટલો પાસે સિઝેરિયન ડિલિવરીના આંકડાને સાર્વજનિક કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણી હોસ્પિટલોમાં સિઝેરિયન ડિલિવરી કૌભાંડનું સ્વરૂપ લઈ રહી છે. સિઝેરિયન ડિલિવરીના કારણે સ્વાસ્થ્ય પર પડનારી અસરનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે માતૃત્વ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓમાં તે સામેલ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત-બાંગ્લા. વચ્ચે થઈ 22 સમજૂતી, આતંકનો સાથે મળી કરશે મુકાબલો
Next articleપહેલીવાર બન્યું: દેશની ચાર મોટી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે મહિલાઓ