Home દેશ - NATIONAL ભારત-બાંગ્લા. વચ્ચે થઈ 22 સમજૂતી, આતંકનો સાથે મળી કરશે મુકાબલો

ભારત-બાંગ્લા. વચ્ચે થઈ 22 સમજૂતી, આતંકનો સાથે મળી કરશે મુકાબલો

463
0

(જી.એસ.એસ), તા.૮ નવી દિલ્હી.
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાનો ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. શેખ હસીને આજે બપોરે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ યોજાયેલી પ્રતિનિધિ મંડળની બેઠકમાં બંને દેશો વચ્ચે 22 સમજૂતી પર કરાર થયા હતા. જે બાદ બંને દેશના પ્રધાનમંત્રી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં મોદીએ કહ્યું હતું કે, શેખ હસીનાની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ પોલિસી આપણા બધા માટે આદર્શ છે. બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે, અમે બંને દેશો વચ્ચેની સરહદ સુરક્ષિત કરવા માગીએ છીએ.
ભારત હંમેશા બાંગ્લાદેશના વિકાસ સાથે ઉભું છે અમે ટેકનોલજીના ક્ષેત્રમાં એક સાથે આગળ વધીશું ભારત અને બાંગ્લાદેશ સાથે મળીને આતંકવાદનો મુકાબલો કરવાની જરૂર છે બાંગ્લાદેશ સાથે દોસ્તીના નવા પ્રકરણની શરૂઆત થઈ છે 1971ના યોદ્ધાઓનું સન્માન ભારતનું સન્માન છે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ડીઝલ સપ્લાઈ માટે પાઈપલાઈન નાંખવામાં આવશે અમે બાંગ્લાદેશને વધારે વીજળી પૂરી પાડીશું અમારી કંપનીઓ બાંગ્લાદેશની કંપનીઓ સાથે મળીને ઓઈલ સપ્લાઈ પર કામ કરી રહી છે. ભવિષ્યમાં આ દિશામાં અનેક એગ્રીમેન્ટ કરીશું બાંગ્લાદેશમાં રોકાણ માટે ભારતની અનેક કંપનીઓ કરાર કરશે 4.5 બિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ આપવામાં આવશે આપણા સહયોગથી બંને દેશોના લોકોને લાભ મળે તે માટે ભારત અને બાંગ્લાદેશ પ્રતિબદ્ધ છેઉર્જા, સાઈબર સિક્યુરિટી, સિવિલ ન્યૂક્લિયર સહિત અનેક મુદ્દાઓ પર સહયોગ વધારી રહ્યા છે શેખ હસીનાની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ પોલિસી આપણા બધા માટે આદર્શ છે તીસ્તા જળ વિવાદનો જલ્દી ઉકેલ આવે તેવી આશા છે
બંને દેશો વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધવાથી લાભ થશે અમે બંને દેશો વચ્ચેની સરહદ સુરક્ષિત કરવા માગીએ છીએ આતંકવાદ સામે બંને દેશો સાથે લડીને મળીશું
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે છે ત્યારે કોલકાતામાં કોલકાતા-ખુલના-ઢાકા બસ સર્વિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જુલાઈથી બસ સેવાનો મળશે લાભ મળશે. આ પ્રસંગે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શનિવારે સવારે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. જે બાદ તેઓ રાજઘાટ ગયા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સપ્ટેમ્બર 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન તીસ્તા સમજૂતી પર હસ્તાક્ષર થવાની સંભાવના હતી, પરંતુ મમતાએ વાંધો ઉઠાવતાં વાત શક્ય બની નહોતી. બાંગ્લાદેશ માટે ખાસ કરીને ડિસેમ્બરથી લઈ માર્ચના સમયગાળામાં પાણીની તંગીના કારણે તીસ્તા સમજૂતી મહત્વની છે. આ સમયગાળા દરમિયાન પાણીનો પ્રવાહ 1,000 ક્યુસેકથી લઈ 5,000 ક્યુસેક સુધી નીચે જતો રહે છે. જોકે, આજે બંને દેશના વડાપ્રધાનના સંયુક્ત નિવેદન દરમિયાન મોદીએ કહ્યું કે, તીસ્તા જળ સમજૂતીનો જલ્દી ઉકેલ લાવવામાં આવશે.
2014માં મોદી પીએમ બન્યા બાદ હસીનાનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. રવિવારે તેઓ અજમેર જશે અને સોમવારે ભારતના બિઝનેસમેન સાથે મુલાકાત કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશા: ભગવાન રામ વિરુદ્ધ FB પોસ્ટ પર થયો વિવાદ, ભદ્રક શહેરમાં સેક્શન 144 લાગુ
Next articleમહિલાઓની છેડતી માટે ફિલ્મો જવાબદારઃ મેનકા ગાંધી