Home ગુજરાત ગુજરાતનું ભાવિ અંધકારમય..! ક્રાઈમના આંકડાઓમાં અમદાવાદ પ્રથમ

ગુજરાતનું ભાવિ અંધકારમય..! ક્રાઈમના આંકડાઓમાં અમદાવાદ પ્રથમ

267
0

(જી.એન.એસ.-રવિન્દ્ર ભદોરીયા) તા.૧૧
ગુજરાતમાં દરરોજ સાયબર ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમના બનાવોમાં 90 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે આંકડાઓની પુષ્ટિ નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા કરી રહ્યા છે.ગુજરાતમાં સૌથી વધારે છેતરપિંડી, એટીએમથી ખોટી રીતે પાસવર્ડ નાખી પૈસા ઉપડવાના અને કોલ સેન્ટરો દ્વારા લોકો સાથે ઠગાઈ કરવી, ચીંટિંગના કેસોમાં વધારો નેશનલ ક્રાઇમ બ્યુરો જાહેર કરે છે.
સાયબર ક્રાઇમની દુનિયામાં નિષ્ણાંતો માને છે કે આજના સમયમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ સૌથી વધારે વધી રહ્યો છે જેના કારણે જ આજે સાયબર ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો જાહેર કરે છે કે સ્માર્ટ ફોનથી લોકો ફેસબૂક, ઇંસ્ટાગ્રામ, વોટ્સઅપ બીજી પણ ઘણી એપ્સ ઉપયોગ કરી નકલી આઈ ડી બનાવી લોકોને છેતરી લે છે. જેના કારણે આજે નેશનલ ક્રાઇમ બ્યુરોએ પોતાના આંકડા જાહેર કર્યા. જેમ કે સબંધ રાખી છેતરપિંડી કરનાર 99, ઓનલાઈન ફ્રોડ 42, એટીએમ ફ્રોડ 41, નકલી પ્રોફાઈલ 16, ઓટીપી ફ્રોડ 14 અને સાયબર જાસૂસીના 15 કેસો નેશનલ ક્રાઇમ બ્યુરોના અંકડાઓમાં સમાવેશ થયા છે.
નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા જે આંકડાઓ જાહેર કર્યા છે એના પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2015માં 242 ત્યારે વર્ષ 2017માં 458 કેસ સાયબર ક્રાઇમના ચોપડે નોંધાયા છે. બે વર્ષ કરતા વધારે સાયબર ક્રાઇમના ગુન્હાઓ 2018 માં વધતા જોવા મળ્યા છે જેમાં 2018માં સૌથી વધારે કેસો ઓનલાઈન છેતરપિંડી, 41 એટીએમ ફ્રોડ, 14 વન ટાઈમ પાસવર્ડની ફરિયાદ સાયબર ક્રાઇમના ફરિયાદ ચોપડે નોંધવામાં આવ્યા છે
ગુજરાતમાં સૌથી વધારે સાયબર ક્રાઇમના ગુન્હાનો ક્ષેત્ર અમદાવાદ છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમના કેસો પોલીસ ફાઈલમાં નોંધાયા છે. અમદાવાદમાં વર્ષ 2016માં સાયબર ક્રાઇમના 77 કેસો નોંધાયા. જે 2017માં વધીને 122 ના આંકડા પાર કરી ગયા. ત્યારે સુરત શહેર પણ અમદાવાદની જેમ સાયબર ક્રાઇમની લિસ્ટમાં આગળ રહ્યું. સુરત શહેરમાં 2016માં 66 અને 2017માં 105 કેસ સાયબર ક્રાઇમના નોંધાયા. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ અમદાવાદ વર્ષ 2017માં સાયબર ક્રાઇમના 181 કેસોમાં થી 172ની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે.
આટલા મોટા પ્રમાણમાં ક્રાઈમ વધાવનું કરણ બેરોજગારી પણ જવાબદાર છે.. રોજગારીમા સતત ઘટાડો થતો જોવા મળે છે તેના કારણે આજના નવયુવાનો ખોટા માર્ગે જઇ ગુનાને અંજામ આપી દેતા હોય છે.ત્યારે સરકારે આ આંકડા જોઈને વિચારવું જોઈએ કે કઈ બાજુ વિકાસ તમને દેખાય છે..? ગુનાખોરી વધી તેને તમે વિકાસ કહો છો..? રૂપાણીજી તમે એમ કહો છો કે ક્યાંય મંદી નથી પરંતુ એક નજર તમારે નીચે કરવા જેવી છે.આ રીતે ગુજરાત આગળ નહીં જાય તમારી સરકારમા નવયુવાનો અવળા માર્ગે ભટકી રહયા છે…! રૂપાણીજી જલ્દી કંઇક નિર્ણય કરો નહીંતર આ ગુજરાતનું ભાવિ અંધકારમય થઈ જશે..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“હું અને માત્ર હું જ”…’હિન્દુત્વ’નું નેતૃત્વ’ મોદિત્વ ‘હેઠળ ક્ષીણ થઈ રહ્યું છે….!?
Next articleમહારાષ્ટ્રઃ મરાઠા કિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકિય એન્કાઉન્ટર…?