Home દેશ - NATIONAL મલેશિયા પાસે કટ્ટરપંથને કાબૂમાં કરવા માટે કયો ફોર્મ્યુલા, મોદીએ મલેશિયાના PM ને...

મલેશિયા પાસે કટ્ટરપંથને કાબૂમાં કરવા માટે કયો ફોર્મ્યુલા, મોદીએ મલેશિયાના PM ને કર્યો સવાલ

381
0

(જી.એન.એસ), તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાક સાથે સાથેલી મુલાકાતમાં એ જાણવાની કોશિશ કરી હતી કે મલેશિયા પાસે કટ્ટરપંથને કાબુમાં કરવા માટે કયો ફોર્મ્યુલા છે. રઝાકે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાતચીતમાં મલેશિયાના કટ્ટરપંથને ખતમ કરવાના કાર્યક્રમ અંગે ખાસ રીતે જાણવા ઈચ્છુક હતાં. અત્રે જણાવવાનું કે રઝાક 30 માર્ચથી 4 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે આવ્યાં હતાં.
રઝાકે પોતાના બ્લોકમાં લખ્યું કે બંને દેશોના સયુંક્ત નિવેદનમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કટ્ટરપંથના પ્રસારને રોકવા માટે તરત પગલાં લેવાની જરૂર છે. બંને દેશોએ સંકલ્પ જતાવ્યો છે કે સુરક્ષા સંસ્થાનો, ગુપ્તચર સંસ્થાઓ અને કાયદાનું પાલન કરાવનારી એજન્સીઓ વચ્ચે તાલમેલથી સહયોગ વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવશે.
ભારત અને મલેશિયા બંને આતંકવાદ અને કટ્ટરપંથથી પ્રભાવિત રહ્યાં છે. મલેશિયામાં કટ્ટરપંથને ખતમ કરવાના પ્રયત્નોને ખુબ સફળતા મળી હોવાનું કહેવાય છે. અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મલેશિયાના પ્રયત્નોને વખાણ્યા બાદ મલેશિયાએ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું પણ આયોજન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદેએ હાલમાં જ મલેશિયાનો પ્રવાસ કર્યો હતો.
કહેવાય છે કે આ પ્રવાસ દરમિયાન મલેશિયાએ ફ્રાન્સને એક મોડ્યુલ સોંપ્યું હતું જેને કટ્ટરપંથ ખતમ કરવામાં અને આતંકવાદીઓના પુનર્વાસમાં 95 ટકા સફળ મનાય છે. ત્યાં કટ્ટરપંથ ફેલવતા દોષીતોને જેલમાં અન્ય કેદીઓ કરતા અલગ રાખવામાં આવે છે. જેથી કરીને અન્ય કેદીઓ પ્રભાવિત ન થાય. સરકાર કટ્ટરપંથ તરફ આકર્ષિત થનારા લોકોને મુખ્યધારામાં લાવવા માટે ખુબ કડક પ્રયત્નો કરે છે. જેમાં મલેશિયાના ઈસ્લામિક મામલાઓના વિભાગ, મનોવૈજ્ઞાનિક, એનજીઓ વગેરે સાથે મળીને કામ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના પટેલા દંપત્તિએ મહેસાણા આવી કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં શું ખુલાસા કર્યા?
Next articleદિલ્હીમાં દોસ્તી અને કોલકાતામાં દુશ્મની