Home દુનિયા - WORLD મંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના : ડબ્લ્યુએચઓ

મંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના : ડબ્લ્યુએચઓ

56
0

(જી.એન.એસ),તા.૨૮
વોશીંગ્ટન


WHOમાં મંકીપોક્સ પર ટેક્નીકલ બ્રીફિંગ પર કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ બ્રીફિંગ દરમિયાન WHO મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ અને વૈશ્વિક સંક્રમણ ખતરાની તૈયારી માટે વાત કરી. WHO નિર્દેશક સિલ્વી બ્રિંડે કહ્યું કે ‘અમને ડર છે કે સોશિયલ સ્પ્રેડ થશે પરંતુ હાલમાં આ જોખમનું આકલન કરવું કઠિન છે. અમને લાગે છે કે જો અપણે યોગ્ય ઉપાય કરીએ છીએ, તો કદાચ આપણે તેને સરળતાથી રોકી શકીએ છીએ, એટલા માટે આજે આ બ્રીફિંગ કરી રહ્યા છીએ અને અમે જાગૃતતા વધારવાનો પ્રયત્ન કરીર અહ્યા છીએ, કારણ કે આપણે શરૂઆતમાં છીએ અને અમારી પાસે એક છે અને ફેલાતા રોકવા માટે એક તક છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી એનુઅલ મીટીંગમાં સભ્ય રાજ્યો સાથે વાત કરતાં સિલ્વી બ્રેંડએ કહ્યું ‘અમને લાગે છે કે જો આપણે યોગ્ય ઉપાય કરે છે તો તેને સરળતાથી નિયંત્રણ કરી શકે છે. તેમૅણે એ પણ કહ્યું કે આગળ પ્રસારને રોકવા માટે અત્યારે એક તક છે. કારણ કે આ અન્ય વાયરસ જેમ કોરોના વાયરસની તુલનામાં ખૂબ ધીમો છે. WHO ના અધિકારીઓએ કહ્યું કે હાલમાં સામૂહિક રસીકરણની કોઇ જરૂરિયાત નથી. વૈશ્વિક સંક્રમણ ખતરાને લઇને WHO નિર્દેશક, સિલ્વી બ્રેંડે કહ્યું કે ‘મને લાગે છે કે આ કોઇ એવી બિમારી નથી જેથી સામાન્ય જનતાને ચિંતિત થવું જાેઇએ, આ કોવિડ અથવા અન્ય બિમારીઓની માફક નથી જે ઝડપથી ફેલાય છે, એટલા માટે તે તમામ ભલામણો આમ જનતામાં ચિંતા પેદા કરવા માટે નથી, પરંતુ એલર્ટ વધારવા અને એ સુનિશ્વિત કરવા માટે પુરતુ છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણી સમક્ષ જોખમ છે. સ્વિત્ઝરલેંડના મામલે મંકીપોક્સ પર વાત કરતાં સિલ્વી બ્રેંડે કહ્યું ‘રણનીતિઓ અને હસ્તક્ષેપોને જોખમના અનુરૂપ હોવી જોઇએ અને આપણે તેની પણ જરૂરિયાત છે, જો રસી અથવા ઉપચારનો ઉપયોગ કરવાની સંભાવનાઓ છે, તો તેનો કરવો જોઇએ સાર્વજનિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ઉપયોગ કરવો જોઇએ અને તે કાઉન્ટર ઉપાયોના ઉપયોગમાં ખૂબ બુદ્ધિમાન હોવા જોઇએ. આખી દુનિયામાં હાલ કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સનો કહેર વર્તાઇ રહ્યો છે. બિમારીને લઇને દેશમાં પહેલાંથી સાવધાની વર્તવામાં આવી રહી છે. તો બીજી તરફ WHO આ બિમારીને લઇને કેટલીક સલાહ અને ચેતાવણી આપી છે. WHOના મંકીપોક્સ વિશેષજ્ઞના સભ્ય રાજ્યોને જણાવ્યું છે અને કહ્યું કે જો સમય રહેતાં ધ્યાન આપવામાં આવે તો બિમારી પર કાબૂ મેળવી શકાય છે. પરંતુ જો અત્યારે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેના વધવાનો ખતરો વધુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના પ્રથમ હાઇબ્રિડ પ્લાન્ટ ઉપર અદાણી ગ્રીનનું પ્રયાણ
Next articleગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું