Home ગુજરાત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

75
0

(જી.એન.એસ),તા.૩૦
અમદાવાદ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા લોકો ઘણા બધા અને અનોખા અંદાજ અને અનોખી રીતો થી રેકોર્ડ બનાવતા હોય છે એવામાં હવે વિશ્વની સૌથી મોટી જર્સી નો હોય તો તમે વિચાર્યું હશે કે આ રેકોર્ડ પણ કયા જગ્યાનો અને કોના નામે હશે. કહેવાય છે કે આપણા ભારતીયો ના નામે કેટલાય અને અજીબો પ્રકારના રેકોર્ડો હોય છે અને એ પણ જે કોઈએ વિચાર્યા જ ના હોય તેવા અને આવામાં આપણા ગુજરાતીઓ પણ પાછળ નથી હવે ગુજરાતીઓના નામે અને ભારતીય ખેલ નું નામ એટલે IPL અને આ આઇપીએલમાં એક એવો રેકોર્ડ દર્જ કરાયો કે જેના વિષે ગર્વ થઇ જાય આપણા IPL અને હમણાં જ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 15ની ઝાકઝમાળ ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયો હતો. આઈપીએલના સમાપન સમારોહ પૂર્વે વિશ્વની સૌથી વિશાળ ક્રિકેટ જર્સી (ટી-શર્ટ)નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપાયો હતો. આઈપીએલની ફાઈનલ પૂર્વે આ જર્સીને મોદી સ્ટેડિયમમાં રજૂ કરવામાં આવી હતી જેની સાઈઝ 66 x 42 મીટર હતી. આ ક્રિકેટ ટી-શર્ટની લંબાઈ 66 મીટર અને પહોળાઈ 42 મીટર હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આ સન્માનને સ્વીકાર્યું હતું. ખરેખર તો આવા રેકોર્ડ ગુજરાતીઓ અને આપણા ભારતીયો જ બનાવી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના : ડબ્લ્યુએચઓ
Next articleજોખમી પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!